કઠલાલ બાલાસિનોર રોડ ઉપર આવેલ ઓમ મેટરનીટી હોસ્પિટલમાં એક સગર્ભા સ્ત્રીને પ્રસવ થતા અકલ્પનીય બાળકનો જન્મ થયો.સ્ટાફ તેમજ પરિવારના લોકો બાળક ને જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.બાળકનો જન્મ સિઝેરિયન કરીને કરવામાં આવ્યો હતો પરંતુ આમ અચાનક આવું બાળક જન્મતા લોકોમાં કુતહલ પેદા થયું હતું.
આ બાબતે ડોક્ટર મુકેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા ના છેલ્લા માસે આ બહેને સોનોગ્રાફી કરાવી હતી.જો પહેલા કરાવી હોત તો આ લાંબા સમય સુધી તેઓને વેદના સહન કરવી પડી ન હોત.બીજું કે 40,000 જેટલા બાળકો માંથી આવો એકાદ જ કેસ બને છે.જેમાં કરોડના છેલ્લા બે મણકા સાથે આ ગાંઠ સંલગ્ન હોય છે અને તેનો ગર્ભમાં જ વિકાસ થાય છે.ગર્ભધાન દરમિયાન સમયસર તપાસ કરવામાં આવે તો તેનો ઉપચાર થઈ શકે છે.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


