મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ માં આવેલ રોયલ એકેડેમી દ્વારા પ્રજાસત્તાક દિન ની ઉજવણી અલગ રીતે કરવામાં આવી
કઠલાલ માં આવેલ રોયલ એકેડેમી તેમજ રોયલ ગેસ એજન્સીનાં સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક દિન નિમિત્તે ઇન્ડિયન ટેડ ક્રોસ સોસાયટી નડિયાદના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વિવિધતાથી ભરપૂર અવનવા કાર્યો કરી સમાજ ઉપયોગી કાર્યવિધ આ સંસ્થા દ્વારા સમગ્ર શૈક્ષણિક વર્ષમાં અવારનવાર સમાજ ઉપયોગી કાર્યક્રમો થતા રહે છે.
ત્યારે ચાલુ વર્ષે ગામના અગ્રણી નાગરિકો તેમજ યુવાનો દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૪૩ બોટલો જેટલું લોહી એકત્ર કરવામાં આવ્યું.આ કાર્યક્રમનું સંચાલન કરનાર રોયલ એકેડેમીના ડાયરેક્ટર સૈફ ખોખર તેમજ તેમના મિત્ર વર્તુળને પધારેલા સૌ મહેમાનો દ્વારા ઉત્કૃષ્ટ કામ કરવા બદલ ધન્યવાદ આપવામાં આવ્યા આમ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ ફરકાવી તેમજ ડોનેશન કેમ્પ કરી પ્રજાસત્તાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.


