બોક્સ
સામાજીક સંસ્થાઓ ચલાવતા સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબ અને સૈયદ વાહિદઅલી બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવતા સમુહલગ્નો આર્થીક પરિસ્થિતિ થી પીસાતા દિકરીના પિતા માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે
વડોદરા જીલ્લા અને કરજણ તાલુકાના એવા અંતરીયાળ વિસ્તાર મા આવેલા કલ્લા ગામ આ ગામમા સુફી સંત સૈયદ ફૈઝે રસુલ બાવા સાહેબ પધાર્યા હતા તે પહેલા આ વિસ્તાર ના લોકો અજ્ઞાનતા અને નિરક્ષરતા રુપી અંધકારમય જીવન જીવતા હતા સૈયદ ફૈઝે રસુલ બાવા સાહેબના આગમન થકી અહી વસતા લોકોના જીવનમા જ્ઞાનનો પ્રકાશ પથરાયો સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકો માટે સામાજીક ઉત્થાન માટે તેમના સુપુત્ર એવા હજરત સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબે સૌ પ્રથમ ખાનકાહે ફૈઝુ રસુલની સ્થાપના કરી ત્યાર બાદ સમયાંતરે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ જેવી સામાજીક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી અને હાલ આ સંસ્થાઓ હજરત સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબના સુપુત્ર હજરત સૈયદ વાહિદઅલી બાવા સાહેબ ના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સફળતા પુર્વક કાર્યરત છે અને તે અને સામાજ સેવાના કાર્યો કરી રહ્યા છે
સુફી સંત સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબ અને સૈયદ વાહિદઅલી બાવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ચાલતા ફૈજ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈજ યંગ સર્કલ દ્વારા મુસ્લીમ સમાજ ના 14 મા સમુહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું હતું હતુ જેમા 65 યુગલોના લગ્ન મુસ્લિમ રિત રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા
એક મધ્યમ અને ગરીબ દિકરીનાને બાપને જ્યારે પોતાની દીકરી મોટી થતા જ તેના લગ્ન ની ચિંતા કોરી ખાતી હોય છે કુ-રિવાજો,ખોટા ખર્ચા, કરી લાખો રુપિયા નો ધુમાડો કરી દેવાના ડુંગર તળે દબાઇ જતા તે ખુબ મુશ્કેલી મા મુકાઇ જતો હોય છે
આર્થીક પરિસ્થિતિ થી પીસાતા દિકરીના પિતા માટે આ પ્રમાણે યોજવામાં આવતા આવા સમુહ લગ્નો ના આયોજન આશીર્વાદ રૂપ સાબિત થતા થઈ રહ્યા છે
દિકરા-દિકરી લગ્ન નો ભાર લઇ ફરતા પરિવાર અને કુરિવાજો દુર કરવા માટેનુ ઉત્તમ કાર્ય અહી કરવામા આવી રહ્યું છે એજયુકેશન, બ્લડ ડોનેશન કેમ્પ, મેડીકલ ચેકઅપ કેમ્પ,લોક અદાલત સહિત અનેક સેવાકિય પ્રવૃતિ ચલાવવામાં આવી રહી છે જયાં તમામ સમાજ ના લોકો મોટી સંખ્યામાં લાભ લે છે અને કાર્યમાં જોડાય છે
ફૈજ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મુસ્તાકઅલી બાવાએ નવ પરણિત યુગલોને આશીર્વાદ આપ્યા હતા 65 જેટલાં યુગલો ને દાનવીરો તરફ થી જીવન જરૂરી વસ્તુઓ ની ભેટ લગ્ન કરનાર દિકરીઓને આપવામા આવી હતી લગ્ન ની નિકાહની વિધી બાદ સૈયદ વાહિદઅલી બાવા સાહેબ દ્વારા નવ યુગલોને પોતાનો સંસાર કેવી રીતે ટકાવી રાખવો તેવી સમજ અને નસીહત આપી હતી
ખાસ કરીને વાત કરીએ તો અહી યોજાતા સમુહોત્સવમા દિકરા દિકરી ના લગ્ન મા ભાગ લેનારા પરિવારો ને લગ્ન ના ખર્ચ નુ ભારણ તો ઓછુ થાય છે સાથે જે પણ દિકરીઓના લગ્ન થાય છે તેમને સરકાર તરફથી મળતા લાભ જેમા કુંવરબાઇનુ મામેરુ 12000 અને અન્ય 12000 ના લાભ સાથે 24000 જેટલી રકમ માટે ની તમામ કાર્યવાહી સમુહ લગ્ન ના આયોજકો તરફથી કરવામા આવે છે તેમજ જીવન જરૂરિયાતની તમામ ઘરવખરી નવવિવાહીત યુગલને નિ:શુલ્ક આપવામા આવે છે
આ સમુહોત્સવમા માજી ધારાસભ્ય પ્રમુખ સતીશ પટેલ નિશાળીયા ,ઉસ્માનભાઇ પટેલ સંયુક્ત રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર, સામાજીક કાર્યકર
જુબેર ભાઈ ગોપલાણી, મુબારક ભાઇ પટેલ ઉપ પ્રમુખ જીલ્લા પંચાયત વડોદરા, પરિવાર સહિત ફૈજ યંગ ચેરીટેબલ ટ્રસ્ટ નાં સભ્યોએ સમૂહ સાદી સમારંભમાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી પોતાનું યોગદાન આપ્યું હતું અંતમાં સૌ યુગલોને વિદાય આપી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


