કરુણા અભિયાન 2023 અંતર્ગત પશુ દવાખાનું સાવરકુંડલા અને ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 1962 દ્વારા સંચાલિત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 (ફરતું પશુ દવાખાનું જીરા MVD)ની ટીમ તેમજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા સાથે મળી ઉતરાયણ પવૅ અંતર્ગત પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓને સારવાર કરી બચાવવામાં આવ્યા. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 જીરા MVD પશુ ચિકિત્સક અધિકારી ડો.મહેશકુમાર અને પાઈલોટ કમ ડ્રેશર જીતેન્દ્ર આર.મહિડા અને પશું દવાખાનુ સા.કુંડલાના સ્ટાફ કર્મચારી મયુરભાઈ જોષી, સતીષભાઈ સોલંકી, ફારુકભાઈ ચૌહાણ, કેવલભાઈ ચાવડા, કનુભાઈ જાદવ, ઉમેશભાઈ વાળા, જેતુભાઈ વરુ,દિનેશભાઈ વાળા તેમજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની ટીમ બધાંયના સાથ સહયોગ દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવામાં આવ્યા. આ જીવદયાના સેવાકાર્યમાં સાવરકુંડલા શહેરના સેવાભાવી મિત્રો દ્વારા પક્ષીઓને બચાવવા સતત કાર્યરત જોવા મળ્યા. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર ડો.તાલીબ હુસેન સાહેબ અને જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર જયેશ શર્મા સાહેબ દ્વારા 1962 ટીમ જીરા MVD, પશું દવાખાનુ સાવરકુંડલા સ્ટાફ તેમજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના જીવદયાના સેવાભાવી મિત્રોની કામગીરી બીરદાવી તેમજ ઘાયલ પશુ-પક્ષીઓને બચાવવા માટે એનિમલ હેલ્પલાઇન 1962 તેમજ નજીકના પશુ દવાખાનાનો સંપકૅ કરવા અપીલ કરવામાં આવી.

કરુણા અભિયાન 2023 અંતર્ગત પશુ દવાખાનું સાવરકુંડલા અને ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત
સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)

