રાજ્ય કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-૨૦૨૨-૨૩નું આયોજન અમરેલી જિલ્લા ખાતે તા.૫ થી ૭ માર્ચ સુધી કરવામાં આવ્યું હતું. કલા મહાકુંભ સ્પર્ધા અંતર્ગત વિવિધ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના તથા ડૉ. હાર્દિક મકવાણા (એસોસિયેટ પ્રોફેસર)ની પુત્રી હિયા મકવાણા ૬ થી ૧૪ વર્ષની ભરતનાટ્યમ્ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં તૃતીય અને સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ નંબર મેળવી જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
રાજ્ય કક્ષાની કલા મહાકુંભમાં વક્તૃત્વ, લગ્નગીત, ભરતનાટ્યમ્ અને લોકગીત/ભજનમાં જૂનાગઢ જિલ્લાના સ્પર્ધકોએ નંબર મેળવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના તથા ડૉ. હાર્દિક મકવાણા (એસોસિયેટ પ્રોફેસર)ની પુત્રી હિયા મકવાણાએ ૬ થી ૧૪ વર્ષની ભરતનાટ્યમ્ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં તૃતીય અને સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. હિયા છેલ્લા ૫ વર્ષથી ભરતનાટ્યમ્ની તાલીમ મેળવી રહી છે અને પ્રથમ વખત જ કલા મહાકુંભમાં ભાગ લઇને તૃતીય સ્થાન મેળવી જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
તે ઉપરાંત લોકગીત/ભજન ૬૦ વર્ષની ઉંમરમાં ભીખાભાઇ જોગલે પ્રથમ નંબર મેળવ્યો છે. વક્તૃત્વ ૬ થી ૧૪ વર્ષની સ્પર્ધામાં ત્રિવેદી વેદાંત અને લગ્નગીત ૧૫ થી ૨૦ વર્ષમાં શ્રીમાળી દર્શાગીએ તૃતીય સ્થાન મેળવી જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.


