Gujarat

કલેકટરશ્રીએ નવીન વિચારને અમલમાં લાવવા અધિકારીઓને કર્યા પ્રેરિત

કલેકટર શ્રી રચિત રાજે જૂનાગઢ જિલ્લાના પાંચે ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમસાથે બેઠક યોજીપ્રજાલક્ષી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે તેમણે વહીવટને નાગરિક કેન્દ્રિત બનાવવા અને નવીન વિચારને અમલમાં લાવવા માટે અધિકારીશ્રીઓને પ્રેરિત કર્યા હતા.

કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં રેવન્યુ ફાઈલ મોનિટરિંગ સિસ્ટમ (RFMS) હેઠળની વિવિધ અરજીઓના નિરાકરણ બાબતે સમીક્ષા કરતા કલેકટરશ્રીએ દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું. ઈન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (IRCMS)હેઠળના મહેસુલી કેસો અને અને ઈ-ધરાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

ઉપરાંત રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ અંતર્ગતની વિવિધ યોજનાઓના પ્રગતિના અહેવાલની તાલુકાવાર કલેકટરશ્રીએ સમીક્ષા કરતા જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

આ બેઠકમાં ચૂંટણી શાખા હેઠળની વિવિધ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં DSE અને PSE સહિત મતદાર યાદીમાં ડુપ્લીકેટ એન્ટ્રીના સંદર્ભે સૂચનાઓ આપી હતી. આ સાથે આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લીંક કરવાની કામગીરી પર ભાર મૂકવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.

આ બેઠકમાં કલેકટર કચેરીના જુદી-જુદી શાખાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

sdm-sathe-samixa-bethak.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *