કલેક્ટરશ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં પ્રી-મોનસૂન કામગીરી
અંગે બેઠક યોજાઈ
જિલ્લાના તમામ અધિકારીઓની જવાબદારી છે કે ચોમાસામાં છેવડાનો એક પણ માણસ પરેશાન ન થાય :- કલેક્ટર શ્રી કે.એલ.બચાણી
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પ્રી-મોનસૂનની બેઠક યોજાઈ હતી .આ બેઠકમાં ચોમાસાની ઋતુમાં પ્રજાને કોઈ પણ પ્રકારની હાલાકી ન રહે તે માટે આગોતરા પગલાંના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રની તૈયારી કલેક્ટર શ્રી કે.એલ.બચાણી સમક્ષ રજુ કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લામાં કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં કઈ રીતે તંત્ર પહોંચી વળશે તેની રૂપરેખા સંલગ્ન ખાતાના અધિકારીઓને આપવમાં આવી હતી.
કલેક્ટરશ્રી કે.એલ.બચાણીએ મધ્ય ગુજરાત વિધુત કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓને વરસાદમાં કોઈ પણ પ્રકારના વીજળીના થાંભલા અંગેની કોઈ સમસ્યા સર્જાય તો તેનો ત્વરિત નિકાલ કરવા અંગે સૂચના આપી હતી. આ ઉપરાંત સિંચાઈ વિભાગના અધિકારીઓને કાંસની સફાઈ નિરંતર રહે જેથી પાણી ન ભારે તે અંગે સૂચના આપવામાં આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસરોને નીચાણવાળા વિસ્તારોમાં પંપીંગ સ્ટેશન ચાલુ રાખવા અને ઓછા સમયમાં કઈ રીતે પાણીનો નિકાલ કરવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથોસાથ કલેક્ટરશ્રીએ કેચપીટની સફાઈ ચોમાસા સમયે બે વાર કરવાની સૂચના આપી હતી. સાથોસાથ અન્ય કચેરીના અધિકારીઓને ચોમાસામાં કઈ – કઈ બાબતોનું ધ્યાન આ મોનસૂનમાં રાખવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું
જિલ્લામાં મોનસૂન દરમિયાન કંટ્રોલ રૂમના નંબર કલેક્ટર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યા હત. જિલ્લામાં કંટ્રોલ રૂમના નંબર નંબર 0268-2553356 / 57 તથા ટોલ ફ્રી નંબર 1077 કાર્યરત રહેશે.
કલેક્ટરશ્રી દ્વારા પ્રાંત અધિકારીઓને સૂચના આપવામાં આવી કે કંટ્રોલ રૂમના નંબર અને ટોલ ફ્રી નંબર અવિરતપણે ચાલુ રહે અને કર્મચારીઓને ત્યાં ડ્યુટી આપવા અંગે જણાવ્યું હતું
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એસ.પટેલ જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા.
