Gujarat

કલેક્ટરશ્રી બી. એ. શાહની અધ્યક્ષતા હેઠળ જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરાઇ

જામનગર શહેર અને તાલુકામાં કુલ ૮૦ શાળા અને કોલેજોમાં ૨૬,૮૮૨ ઉમેદવારો પરીક્ષા આપશે
જામનગર તા.૬ એપ્રિલ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૦૯/૦૪/૨૦૨૩ના રોજ જુનિયર ક્લાર્ક
પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષાના સુચારૂ આયોજન માટે કલેક્ટરશ્રી બી. એ. શાહના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા વિકાસ
અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા
શિક્ષણાધિકારી સાથેની જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. જામનગર શહેરના તથા તાલુકાના મળીને કુલ ૮૦
શાળા અને કોલેજોના ૯૫ યુનિટના ૮૯૭ વર્ગ ખંડોમાં કુલ ૨૬,૮૮૨ ઉમેદવારો પરીક્ષા આપનાર છે.
આ પરીક્ષા માટે પરીક્ષા કેંદ્રો ઉપર કેંદ્ર સંચાલક, સુપરવાઈઝર, ઈન્વિજીલેટર, ક્લાર્ક, પટાવાળા તરીકે ૧૯૪૮ સ્ટાફ ફરજ
બજાવશે. તેમજ દરેક કેંદ્ર ઉપર બોર્ડ પ્રતિનીધિ, CCTV ઓબ્ઝર્વર અને CCTV સંચાલક તરીકે ૩૦૦થી વધુ સ્ટાફને મૂકેલ છે.
પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિના થાય તે માટે ડાયરેક્ટર DRDAને મુખ્ય ઓબ્ઝર્વર તરીકે અને ૦૬ તાલુકાના મામલતદારોને
તાલુકા ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરેલ છે. ઉપરાંત ૧૭ ફ્લાઈંગ સ્ક્વોર્ડ બનાવેલ છે જેમાં મહેસૂલ, પંચાયત સહીત અન્ય
વિભાગના વર્ગ-૧/૨ કક્ષાના ૧૭ અધિકારી અને ૩૪ કર્મચારીઓ અને હથીયારધારી પોલીસ મૂકેલ છે. જેઓ તમામ પરીક્ષા કેંદ્રો
ઉપર ચાંપતી નજર રાખશે. તમામ પરીક્ષા કેંદ્રો CCTVથી સજ્જ રાખવામાં આવેલ છે. ઉપરાંત પરીક્ષાલક્ષી તમામ કામગીરી
CCTV/ વિડીયોગ્રાફી સર્વેલન્સ હેઠળ કરવામાં આવનાર છે.
પરીક્ષાલક્ષી સીલબંધ સાહિત્ય જિલ્લા મથકે હથીયારધારી પોલીસ / SRPની દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. આ
સાહિત્યને પરીક્ષા કેંદ્રો સુધી પહોંચાડવા માટે ૩૧ રૂટ તૈયાર કરેલ છે. જેમાં વર્ગ-૧/૨ કક્ષાના અધિકારી સાથે એક આસીસ્ટંટ,
હથીયારધારી પોલીસ અને વિડીયોગ્રાફર મુકેલ છે.
પરીક્ષા દરમ્યાન કાયદો વ્યવસ્થા જાળવણી માટે એસ.પી.ના નેતૃત્વ હેઠળ ૦૩ DySP, ૨૪ PI/PSI, પરીક્ષા કેંદ્રો ઉપર
ઉમેદવારોની ચકાસણી અને કેંદ્ર બહાર બંદોબસ્ત તથા પેટ્રોલીંગ માટે ૪૯૪ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહીલા કોન્સ્ટેબલ અને
૧૬૦ હોમગાર્ડ/TRB મળીને કુલ ૬૮૨ પોલીસ કર્મીઓ ફરજ બજાવશે.
ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં મોબાઈલ, સ્માર્ટ વોચ કે અનઅધિકૃત સાહિત્ય લઈ જવા ઉપર પ્રતિબંધ, પરીક્ષા કેંદ્રની આસપાસ
ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા, પરીક્ષા કેંદ્રની આસપાસ એકઠા થવા ઉપર પ્રતિબંધ, ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ માટેના
જાહેરનામા કલેક્ટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વીજ વિભાગને સુચના આપેલ છે અને અન્ય જિલ્લાના ઉમેદવારોને
જામનગર મુકામે પરીક્ષા કેંદ્ર સુધી પહોંચવામાં અને પરત જવામાં કોઈ અગવડ ના પડે તે માટે એસ.ટી. વિભાગને વધારાની બસો
ગોઠવવા સુચના આપેલ છે. તમામ પરીક્ષા સ્ટાફને જિલ્લા મથકે તા.૩૧ માર્ચના રોજ સઘન તાલીમ આપવામાં આવી તેમજ
તા.૦૬ અપ્રિલના રોજ સમગ્ર રાજ્યમાં બાયસેગના માધ્યમથી ઓનલાઈન સંયુક્ત તાલીમ આપવામાં આવનાર છે.
તા.૩૧ માર્ચથી લઈને પરીક્ષા દિવસ તા.૦૯ એપ્રિલ સુધી જિલ્લા પંચાયત મથક ઉપર Help Line Center No. 0288-
2672466 શરૂ કરેલ છે. જેના થકી ઉમેદવારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે.
જિલ્લા માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, જામનગર
Email- informationjam@gmail.comફોન: ૦૨૮૮-૨૫૫૬૮૨૭, ફેક્સ: ૦૨૮૮-૨૬૬૧૨૬૭

www.gujaratinformation.net

તા.૦૬-૦૪-૨૦૨૩ સમાચાર
યાદી: ૨૮૫

જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મહેસૂલ, પંચાયત અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે સજ્જ થયેલ છે અને જિલ્લા કક્ષાએથી
પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવેલ છે. આ તકે ઉમેદવારોને કોઈ અનધિકૃત વ્યક્તિઓ પાસેથી
પરીક્ષાલક્ષી સાહિત્ય નહીં મેળવવા તાકીદ કરવામાં આવે છે તેમજ રાજ્ય સરકાર દ્વારા આવી ગેરરીતિઓ માટે કડક કાયદો પણ
ઘડવામાં આવ્યો છે. તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *