કલેક્ટર શ્રી રચિત જિલ્લા વહીવટી તંત્રને વધુ પરિણામલક્ષી બનાવવા સાથે પ્રજાલક્ષી કામગીરીનો સત્વરે ઉકેલ આવે તે માટે કલેક્ટર કચેરીના શાખાધ્યક્ષ સાથે પરામર્શ કર્યો હતો. આ સાથે કલેક્ટરશ્રીએ પેન્ડિંગ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ઉચિત માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ સ્કોરિંગ મેટ્રિક્સ સ્કોર હેઠળના વિવિધ માપદંડોને આવરી લેતી કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં RFMS અને IRMCMS હેઠળની મહેસૂલી કામગીરી સંદર્ભે વધુ સારા પરિણામ મેળવી શકાય તે માટે કલેક્ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. ઉપરાંત અધિકારી-કર્મચારીઓ ઈ-સરકાર પોર્ટલ માટેના તાલીમ કાર્યક્રમની સ્થિતિની સમીક્ષા કરી હતી. જેથી તબક્કાવાર અધિકારી-કર્ચમારીઓ તાલીમ મેળવી શકે.
નેશનલ સોશિયલ ઓસિસ્ટંટ પ્રોગ્રામ-NSAP હેઠળની વિવિધ યોજનાઓની અરજીઓ પર પ્રક્રિયા-પ્રગતિની તાલુકાવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ પાત્રતા ધરાવનાર તમામ લાભાર્થીઓ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં હેપ્પીનેશ એડમેનીસ્ટ્રેશન માટે કલેક્ટરશ્રીએ અધિકારીઓ પાસેથી વ્યક્તિગત અનુભવો જાણ્યાં હતા. સાથે જ સારી વહીવટની પદ્ધિતીઓ વિશે પણ ચર્ચા કરી હતી. ઉપરાંત વહીવટી તંત્રને વધુ પરિણામલક્ષી બનાવવાના પ્રયાસોના સ્વ-મૂલ્યાંકનની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઉપરાંત આ બેઠકમાં પ્રજાલક્ષી નવી પહેલના અમલીકરણ અને ચિંતન શિબિરની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરી હતી.


