ફેબ્રુઆરી માસના અંતિમ ગુરૂવારે કલેક્ટર શ્રી રચિત રાજની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૦ જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદ નિવારણને લોક કેન્દ્રિત શાસનને ચાવી છે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાકીય રજૂઆતો-પ્રશ્નોનું સમય મર્યાદામાં નિવારણ કરવામાં આવી રહ્યું છે. ગુણાત્મક અભિગમ સાથે આ જિલ્લાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના જીઓ ટેગિંગ, સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ, અતિક્રમણ, ધ્વનિ પ્રદૂષણ સહિતની મુદ્દે રજૂ થયેલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.


