મળસ્કે 3 વાગ્યે ઘર આંગણે ખાટલામાં સુતેલા હરિયા રાઠવાના માથામાં કુહાડીના ખચાખચ ઘા ઝીંક્યા!
લગ્ન પ્રસંગે પુત્ર સાસરીમાં ગયોને કાકાએ લાગ જોઈને 65 વર્ષના સગા ભાઈનું જ ખૂન કરી નાખ્યું
કવાંટ તાલુકાના ધનીવાડા ગામે સગાભાઈએ જ 65 વર્ષના વૃદ્ધ ભાઈની માથામાં કુહાડીના ખાચાખચ ઘા ઝીંકી કમકમાટી ભરી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે.આ બનાવ તા.28 મે 2023ના રોજ મળસ્કે 3 વાગ્યે બન્યો હતો.બે વર્ષ પહેલાં આરોપી કિશન રાઠવાએ તેના ભાઇ હરીયાભાઇ રાઠવાને પોતાની દીકરી ઘર જમાઇ લાવવા વાત કહી હતી તે અંગે ભાઈએ તે બાબતનો ઇન્કાર કરતા મનમાં દ્વેષ ભાવના રાખી કિશને કુહાડી વડે પોતાના સગા ભાઇ હરીયા રાઠવાનું ઢીમ ઢાળી દેવાની ઘટનાને પગલે સમગ્ર કવાંટ તાલુકામાં સનસનાટી ફેલાઈ ગઇ છે.આ અંગે કવાંટ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપી કિશન ગુરજી રાઠવાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ઘટના અંગે કવાંટ પોલીસ મથકે ભોગ બનનાર વૃદ્ધના પુત્ર રહે. ધનીવાડા, સામીધેડ ફળીયા તા. કવાંટ નાએ ફરિયાદ નોંધાવી છે. કવાંટના ધનીવાડા ગામે સગા ભાઈએ જ ભાઇની કરી કરપીણ હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચાર મચી જવા પામી છે મૃતક ના દીકરાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


