કાદવમાં કમળ ખીલે તેમ પંચાળ વિસ્તારમાં આવેલી નાની કુંડળ પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરી નાની કુંડળ ગામનું ગૌરવ વધાર્યું હતું.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના પાંચાળ વિસ્તારમાં આવેલી નાની કુંડળ પ્રાથમિક શાળાની યશ કલગીમાં વધુ એક પીછુ ઉમેરાયું. નાની કુંડળ પ્રાથમિક શાળાનું સાયન્સ ફેર નું મોડલ નોખા રાજસ્થાન મુકામે યોજાયેલ 3th સાયન્સ ટેકનો ફેસ્ટિવલમાં તારીખ 11-12 ફેબ્રુઆરી દરમિયાન રજૂ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પુરા ભારતમાંથી બધા જ રાજ્યોએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. તેમાં નાની કુંડળે પણ ભાગ લઈ ગામનું ગૌરવ વધારતા ખૂબ જ અભિનંદન ની વર્ષા થઈ રહી છે.
શાળાએ ખૂબ જ ટૂંક સમયમાં રાજ્ય લેવલ સાત વખત તથા રાષ્ટ્રીય લેવલ એક વખત ભાગીદારી કરી શાળા તથા તાલુકા નું ગૌરવ વધારેલ છે. આ તકે રમન સાયન્સ – ટેકનોલોજી ફાઉન્ડેશન ઇન્ડિયા તથા નેશનલ કાઉન્સિલિંગ ઓફ ટીચર સાયન્ટિસ્ટ ઇન્ડિયા દ્વારા બાળકોને ભાગ લેવા બદલ બાળ વૈજ્ઞાનિકો મકવાણા આર્યન પ્રવીણભાઈ તથા મજેઠીયા હરેશ શંભુભાઈને બ્રોન્ઝ મેડલ તથા સર્ટિફિકેટ તથા તેમના માર્ગદર્શક શાળાના શિક્ષક પટેલ રોશન કિરીટભાઈને ગોલ્ડ મેડલ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે શાળા પરિવાર, ગ્રામજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે…. તસવીર: ગોરધનભાઇ દાફડા અમરેલી




