Gujarat

કામના રહિત દાન યથાર્થ દાન છે.

શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃદાન,ભોગ અને નાશ.દાન આ૫વામાં આ૫નારને સમાધાન અને લેનારને સંતોષ મળે છે.ભોગવવામાં ભોગવનારને જ સુખ મળે છે,જે આ૫તો નથી અને ભોગવતો ૫ણ નથી તેના ધનનો નાશ થાય છે.

જે કંઇ દાન આપવાના શુભ સંકલ્પની સ્ફુરણા થાય તેનો તુરંત જ અમલ કરી દેવો.સામાન્ય રીતે મનુષ્યની પ્રકૃતિ જ એવી છે કેઃતે કોઇને ૫ણ કોઇપણ ચીજ આપવા ઇચ્છતો જ નથી..૫રંતુ ક્યારેક કોઇને કંઇ૫ણ આપવાની ભાવના જાગે તો આ કામ તુરંત જ કરી દેવું.જીવનમાં આ૫ણે જે કંઇ ખાધું પીધું,ભોગવ્યું તેની કોઇ કિંમત નથી.આ૫ણે બીજાને કેટલું આપ્યું..તેનું જ મૂલ્ય છે.જે વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં ધર્મકાર્યમાં દાન આપતાં અચકાય છે તે મૃતક સમાન છે.

એક નગરમાં એક ઘણા જ સાધન સંપન્ન શેઠ રહેતા હતા.તેમનો વ્યાપાર અનેક ઘણો વધી રહ્યો હતો.આટલી સમૃદ્ધિ હોવા છતાં શેઠનો લોભ વધતો જઇ રહ્યો હતો.શેઠ વધુમાં વધુ ધન કમાવવામાં લાગેલા હતા અને શેઠ એટલા મોટા કંજૂસ હતા કે કોઇ યાચકને એક રૂપિયો પણ દાન આપતા ન હતા.એક દિવસ શેઠના દ્વાર ઉપર એક ફક્કડ સાધુ આવે છે અને કંઇક આપવા માટે પ્રાર્થના કરે છે.તે દિવસે શેઠને કોન જાણે શું થયું કે શેઠે સાધુની ઝોલીમાં એક પૈસો નાખ્યો.સાધુ તેને ભગવાનનો પ્રસાદ સમજીને આર્શિવચન આપીને ચાલ્યા જાય છે.

સાંજે શેઠને પ્રસાદમાં એક સોનામહોર મળે છે.સોનામહોર મળ્યા પછી શેઠને ઘણી જ પ્રસન્નતા થાય છે સાથે સાથે અફસોસ થાય છે કે તેને સાધુને એક પૈસો જ કેમ આપ્યો ! બીજા દિવસે સાધુ ફરીથી શેઠના ઘેર આવે છે.આ લોભી શેઠ તો સાધુની રાહ જોઇને જ બેઠા હતા.આ વખતે શેઠે સાધુની ઝોળીમાં મુઠ્ઠીભરીને પૈસા નાખે છે અને આશિષ આપીને ચાલ્યા જાય છે.શેઠ સાંજ પડવાની રાહ જોઇ રહ્યા છે.રાત પડવા છતાં તેમને સોનામહોર મળતી નથી.શેઠ નિરાશ વદને કહે છે કે મારા તો પૈસા પણ ગયા અને સોનામહોરો પણ ના મળી ત્યારે શેઠની ધર્મપરાયણ પત્નીએ સમજાવ્યું કે દુઃખી ના થશો અને બોધપાઠ લો કે ત્યાગ ફળે છે અને લોભ છેતરે છે.પત્નીની આ વાતથી શેઠની આંખ ખુલી જાય છે.

આ કથાનો સાર એ છે કે નિઃસ્વાર્થભાવથી કરવામાં આવેલ દાન હંમેશાં સારૂં ફળ આપે છે જ્યારે તેનાથી ઉલ્ટું સ્વાર્થભાવથી કરવામાં આવેલ દાનથી ઉપલબ્ધિ કે આત્મસંતોષ મળતો નથી.

પ્રાણીઓની ઉ૫ર જન્મે-જન્માંત્તરના કર્મોની વાસના ભરેલી પડી છે,તેથી હંમેશાં સત્કર્મો કરવાની ચેષ્ટા કરવી જોઇએ.તમામ પ્રાણીઓમાં પ્રભુ પરમાત્માનો વાસ છે,આવો નિશ્ચય કરીને તમામની સેવા કરવાથી શરીર ૫વિત્ર બની જાય છે,દાન આ૫વાથી ધન પવિત્ર બની જાય છે અને પ્રભુ પરમાત્માનું ભજન કરવાથી અંતઃકરણ નિર્મળ બની જાય છે. ’’તન પવિત્ર સેવા કિયે,ધન પવિત્ર કર દાન,મન પવિત્ર હરિભજન કરે,હોત ત્રિવિધ કલ્યાણ.

માણસે પોતાના સમયનો સદઉ૫યોગ દાન આપવામાં,પુણ્ય કાર્યમાં અને શાસ્ત્રનો અભ્યાસ કરવામાં કરવો જોઇએ.દાતા હોવા છતાં મીઠું બોલે અને યોગ્ય પાત્રને દાન કરે,વીર હોવા છતાં પોતાના શૌર્યની વાતો ના કરે અને સત્યવાદી હોવા છતાં દયાવાન હોય..તે બધા સિદ્ધ પુરૂષો કહેવાય..

કામના રહિત દાન એ જ યથાર્થ દાન છે.જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો તે આવતા જન્મમાં તમને મળે.ભાગવતમાં લખ્યું છે કે તમારી આવકનો પાંચમો ભાગ દાન કરો,પછી પરિસ્થિતિ બદલાતાં મનુ મહારાજે થોડી છૂટ આપીને કહ્યું કે આવકનો દસમો ભાગ દાનમાં આપજો.(અત્યારના જમાનામાં તો ૧% આપે તો પણ ઘણું) ગૃહસ્થનો દાન આપવાનો ધર્મ છે.સાધુ-સન્યાસીઓ ધનનો સંગ્રહ ન કરે અને દાન આપવાનો આગ્રહ ના રાખે.ગૃહસ્થ દાન આપે પણ અતિદાન ન આપે,વિવેકથી દાન આપે.ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું.દાનથી ધનની શુદ્ધિ થાય છે.

ભિખારી ભીખ માગવા આવતો નથી પણ આપણને ઉપદેશ આપવા આવે છે કે ગયા જન્મમાં મેં દાન આપ્યું નહિ તેથી મારી આ દશા થઇ છે.તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.

વામનજી ભગવાન બલિરાજાને ત્યાં દાન લેવા ગયા અને દાન લઇ તેના ઘેર પહેરો ભરવો પડ્યો. જે દાન લે છે તે બંધનમાં પડે છે.વામનજીએ દાન લઇ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને અને પાતાળનું રાજ્ય બલિરાજાને આપ્યું હતું.

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *