આઇ. જી.-જુનાગઢએ ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં વિધાર્થીઓને માગૅદશૅન આપ્યું
આદશૅ રાષ્ટ્રની પ્રગતિ માટે નવી પેઢીના બાળકોની ભૂમિકા મહત્વની હશે તેવી આશા સાથે ડો. હરીભાઈ ગોધાણી કેમ્પસ ખાતે જુનાગઢ રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા સાહેબના અધ્યક્ષ સ્થાને પોતાના સ્ટાફ અને એક વિચાર વિમશૅ કાયૅક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જે. કે. ઠેસિયા ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી – ડો. હરીભાઈ ગોધાણી કેમ્પસ -જુનાગઢ, દિનેશભાઇ ગજેરા, હરસુખભાઈ વઘાસિયા (લેઉવા પટેલ સમૂહ લગ્નના પ્રણેતા), જોધાણી સર (પ્રિન્સીપાલ-શ્રી મહિલા બી.એડ. કોલેજ), શિક્ષણ નિયામકો સુરેશ વોરા, પોલરા સાહેબ વગેરે ઉપસ્થિત રહયા હતા. પ્રશાસનના અધિકારીશ્રીએ પોતાના વિચારો રજુ કરી અને નાગરિકો નિર્ભય રીતે રહી શકે છે તે માટે પોલીસ સાથે પ્રજાનો મુખ્ય ભૂમિકા રહેલ છે. કેમ્પસમાં ઉષ્માસભર સ્વાગતથી અભિભૂત થયેલા આઇ.જી. મયંકસિંહ ચાવડાસરે ડો. હરીભાઈ ગોધાણી કેમ્પસની દિકરીઓ સાથે સંવાદો સાથે કેટલીક પ્રેરક વાતો દ્વારા પ્રગતિશીલ રાષ્ટ્રના નિર્માણ માટે દરેક નાગરીકની ભૂમિકા વિશે દિશા નિર્દેશનની વાતો રજુ કરી હતી. અને કેમ્પસમાં ચાલતી વિવિધ સમાજ ઉત્કષૅ પ્રવૃતિઓની પ્રશંસા સાથે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ માટે જોષીપુરા સંસ્થાના દરેક ટ્રસ્ટીઓ તથા સ્ટાફને અભિનંદન આપ્યા હતા.


