અમરેલી જિલ્લાનું કુકાવાવ ના નાજાપુર દરવાજો વાઘેશ્વરી ચોક ખાતે હનુમાનજી મહારાજ નો જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો
. કુકાવાવ સહિત સમગ્ર જય કષ્ટભજન શ્રી હનુમાનજી મહારાજના
જન્મોત્સવને લઈ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો બટુક ભોજન,
મહાઆરતી સાથે શ્રી રામ જય રામ જય જય
રામ… ભગવાન રામની ભક્તિ કરીને અજરાઅમરનું પદ
મેળવી જનાર શ્રી હનુમાનજી દાદાની આજે જન્મ જયંતિ
છે. ચૈત્રી પૂનમના દાદાના જન્મોત્સવને વહાલથી વધાવવા
ભાવિક ભકતોમાં અનેરો ઉમંગ છવાયો હતો અંજનીના
જાયાને લાડ લડાવવા કુકાવાવ માં હનુમાનજી ની ભક્તિમાં
ઓળઘોળ બન્યુ હોય તેમ શેરીએ ગલીએ આવેલ શ્રી
હનુમાનજી મંદિરોને અનેરા શણગાર કરવામાં આવ્યા છે.
આજે તમામ સ્થળોએ સવારથી જ પૂજન અર્ચના અને
હનુમાનચાલીસાના પાઠ સુંદરકાંડના પાઠ, સાંજે ધુનનું આયોજન રાખેલું હતું
ઓના કાર્યક્રમો અવિરત ચાલશે. બાળકો અને
મોટેરાઓ માટે ગુંદી ગાંઠીયા, ચણાનું શાક સહીતનો
પ્રસાદ નો લાભ લીધો હતો કુકાવાવ માં ઠેરઠેર હનુમાનજી દાદાનોજન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો


