*આજે નાનકડાં રળીયામણા કોલડા મુકામે સાંજના ૪.૦૦ કલાકે મોક્ષ રથ લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ લોક દરબારનું સુંદર કરવામાં આવેલ હતું.*
*જેમાં પ્રથમ મોક્ષરથ ને શણગારી બસસ્ટેન્ડ થી કોલવા ભગત ની જગ્યા સુધી વાજતે ગાજતે લઈ જવામાં આવેલ હતો. ગ્રામજનો પણ આ યાત્રા માં જોડાય રાસગરબા ની પણ મોજ માણી હતી.*
*ત્યારે મુખ્ય નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા નુ આગમન થયું હતું તેઓ ની સાથે જીલ્લા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ શ્રી જલ્પેશભાઈ મોવલીયા ના હસ્તે મોક્ષ રથ નું પુજન કરવામા આવેલ હતું.*
*આ પ્રસંગે ગામ ના સરપંચ શ્રી ભરતભાઈ ગોંડલિયા,ઉપ સરપંચ શ્રી વિઠ્ઠલભાઈ સોરઠીયા, વસંતભાઈ સોરઠીયા,માજી સરપંચ શ્રી રમેશભાઈ સોરઠીયા, ઉપેન્દ્ર ભાઈ, સંજયભાઈ સોરઠીયા, મનોજભાઈ રાદડીયા, મનોજભાઈ હપાણી, ભાવેશભાઈ સોરઠીયા, ઝવેરભાઈ, મગનભાઈ સોરઠીયા, નિલેશભાઈ સિધ્ધપરા,નંદલાલભાઈ સોરઠીયા, વગેરે યુવા અગણ્રીઓ તેમજ ગ્રામજનો દ્વારા તમામ મહેમાનો અને અધિકારીઓ ને આવકાર્યા હતા.*
*જ્યારે સાંજ ના ૫.૦૦કલાકે શરું થયેલ લોક દરબાર માં કુંકાવાવ ટી,ડી,ઓ, અમરેલી એસ,ટી ડીવીઝન અધિકારી, પાણી પુરવઠા અધિકારી, વડીયા મામલતદાર સાહેબ સહિત ના જુદા જુદા વિભાગના અધિકારીઓ દ્વારા લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા તેમજ તેમના સ્થળ પર નિરાકરણ માટે પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા.*
*આ પ્રસંગે ગ્રામજનો દ્વારા આવેલ તમામ અધિકારીઓ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા,પી,વી વસાણી, વસંતભાઈ સોરઠીયા સહિત ના રાજકિય આગેવાનો નું સ્વાગત કરવામાં આવ્યું.સાથે સાથે સ્વ કુંવર બેન હરિભાઇ સોરઠીયા ના સ્મરણાર્થે આવેલ મોક્ષ રથ ના દાતાશ્રીઓ ભીખાભાઈ હરિભાઇ સોરઠીયા તેમજ રમેશભાઈ હરિભાઇ સોરઠીયા ને ફુલહાર કરી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા,*
*સમગ્ર કાર્યક્રમ નું સ્ટેજ સંચાલન ભાવેશભાઇ ગોંડલિયા દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ ના અંત માં વિશેષ અતિથી આભાર દર્શન શ્રી હસમુખ ભાઈ ઝુલાસણા દ્વારા કરવામાં આવેલ હતું.*
*રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ*


