પશુપાલન ગૌસંવર્ધન મત્સ્યદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ તા.૧૬ અને ૧૭ના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવનાર છે. મંત્રીશ્રી તા.૧૬ ફેબ્રુઆરીના રોજ રાત્રીના ૯-૩૦ કલાકે રાત્રી રોકાણ માંગરોળ ખાતે કરશે. તા.૧૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૮ કલાકે માંગરોળ ખાતે ધારાસભ્યશ્રી ભગવાનજીભાઇ કરગઠિયાના કાર્યાલય ઉદ્દઘાટન, ૯-૩૦ કલાકે કેશોદના અજાબના સુજલામ સુફલામ યોજનાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨ કલાકે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત રહેશે.
