Gujarat

કેબીનેટ મંત્રી કૃષિ – પશુપાલન શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજ વંદન થશે

તા.૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્‍લા કક્ષાની ઉજવણી સવારે ૯ કલાકે વંથલી સીડસ ફાર્મ,તાલુકા કોર્ટની સામે,દિલાવરનગર,વંથલી  ખાતે કરવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાત રાજયના કૃષિ,પશુપાલન,ગૈાસંવર્ધન,મત્સયોધોગ,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ  કેબીનેટ મંત્રી શ્રી  રાઘવજીભાઈ પટેલ ના હસ્તે ધ્વજવંદન  થશે. ત્યાર બાદ પરેડનું નિરિક્ષણ અને પ્રાસંગિક ઉદબોધન   યોજાશે. તેમજ સાંસકૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *