તાજેતરમાં તલાટી મંત્રીની પરીક્ષાઓ યોજાઇ રહીછે જેમાં જુદીજુદી જ્ઞાતિઓ દ્વારા બહાર ગામથી આવતા પરીક્ષાર્થીઓને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહીછે ત્યારે તથાગત સેવા સંઘ કેશોદ દ્વારા તા. ૭/૫/૨૩ ના રવિવારના રોજ યોજાયેલ તલાટીમંત્રીની પરીક્ષાના SC ઉમેદવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ડો. આંબેડકર ભવન કેશોદમાં કરવામાં આવેલ જેમાં ઘણા ભાઈઓ અને બહેનો ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતાં ટ્રસ્ટના પ્રમુખ ગોગનભાઈ સોંદરવા મંત્રી જીવાભાઈ પરમાર અને ટ્રસ્ટીઓ ડો. એન.યુ. ગોહિલ સાહેબ ભાણજીભાઈ મકવાણા તથા કાન્તિભાઈ ચુડાસમાએ હાજરી આપી પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું યુવા સામાજીક કાર્યકર મનસુખભાઈ પરમાર પુરી વ્યવસ્થા સંભાળી હતી પરીક્ષાર્થીઓનુ મનોબળ અને જ્ઞાતીની એકતા વધે એવા ભાવથી
કેશોદમાં તથાગત સેવા સંઘ દ્વારા પરીક્ષાર્થીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી
*નરેશ રાવલિયા કેશોદ*


