૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂવૅ તૈયારી માટે ગુજરાત રાજ્યયોગ બોડૅ દ્વારા તેમજ જિલ્લા રમત ગમત કચેરી તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયત આયુર્વેદિક વિભાગના સહયોગથી કેશોદ ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર તેમજ યોગ જાગરણ રેલીનું આયોજન થયું હતું. જેમા બહોળી સંખ્યામા લોકો જોડાયા હતા. આ કાયૅક્રમમા ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપના હોદેદારો, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીઓ, આયૂવૅદ અધિકારીશ્રી, જિલ્લા યોગ બોડૅ કો-ઓર્ડિનેટર, ઝોન કો-ઓર્ડિનેટર, ગુજરાત રાજ્ય યોગ બોડૅના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


