ગુજરાત સરકાર દ્વારા લોકો માટે અલગ અલગ સેવાઓ મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે લોકોની વધારેમાં વધારે શુખકારી અને સગવડતાઓ કઈ રીતે મળી રહે તેવું સરકાર દ્વારા આયોજન થઈ રહ્યું છે તે અનુસંધાને કેશોદ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કેશોદમાં જલારામ મંદિર ના ટ્રસ્ટીઓ રમેશભાઈ રતનધાયરા અને દિનેશભાઈ કાનાબારના પ્રયત્નોથી જલારામ મંદિરે હેલ્થ સેન્ટર શરૂ કરવા માટે અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર પોપટ સાહેબને વિનંતી કરતા તેઓ દ્વારા જલારામ મંદિરે લોકોને સાંજના પાંચથી આઠ વાગ્યા સુધી આરોગ્યની સુવિધાઓ સરકારી દવાખાના જેટલી જ મળી રહે તે માટે ડોક્ટર દયા કંડોરીયા ની નિમણૂક જલારામ મંદિરે સાંજે પાંચ થી આઠ વચ્ચે કરી છે અને કામ ઉપર જતા લોકોને આરોગ્યની સુવિધા મળી શકે તેવું આયોજન જલારામ મંદિર કેશોદ અને અર્બન હેલ્થ સેન્ટર કેશોદ દ્વારા કરવામાં આવેલું છે દિનેશભાઈ કાનાબારના જણાવ્યાં મુજબ જે લોકો કામ ધંધે જાય છે તેઓ સાંજના સમયે આરોગ્ય સેવાઓનો લાભ લે તેવું આયોજન કરવામાં આવ્યું હતું
*અહેવાલ નરેશ રાવલીયા કેશોદ*


