કેશોદ શહેર માં કેશોદ પોલીસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. રેપીડ એક્શન ફોર્સ અને પોલીસ ના ફૂટ પેટ્રોલિંગ થી સમગ્ર કેશોદ શહેર ની જનતા માં કુતુહલ સર્જાયું હતું. મીડિયા દ્વારા આ બાબતે આર.પી.એફ. ના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કુમારને પુછાતા જણાવાયું હતું કે, આ પરિચય અભ્યાસ થી લોકો માં પોલીસ ની છબી ને વધુ મજબુત બનાવવા અને અસામાજિક તત્વો પર પોલીસનું નિયંત્રણ રાખવામાં સ્થાનિક પોલીસ ને મદદ કરવાનો છે. સાથે સાથે મીડિયા સાથે ની વાત માં વધુ જણાવ્યુ હતું કે રાજ્ય માં કે સ્થાનિક વિસ્તાર માં જ્યારે આપાત કાલીન સ્થિતિ નું નિર્માણ થાય ત્યારે રેપીડ એક્શન ફોર્સ દ્વારા આ વિસ્તાર પરિચિત હોય તો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અનુકુળતા રહે.
અત્રે ઉલ્લેખનીય છેકે સમયાંતરે અલગ અલગ એજન્સીઓ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવા અનેક મોક ડ્રીલ કરવામાં આવતી હોય છે જેમાં ગુન્હેગારો માં પોલીસ પ્રત્યે નો ભય જાળવી રાખવો અને સામાન્ય પ્રજા ને પોલીસ થકી સલામતીનો અહેસાસ કરાવવાનો હોય છે.
રિપોર્ટર નરેશ રાવલીયા કેશોદ


