સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનું રૂ.141 નરમ, ચાંદી રૂ.329
તેજઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.200ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.6,017
કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,16,336 સોદાઓમાં કુલ રૂ.16,890.32 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,017.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.
10856.77 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 62,047 સોદાઓમાં રૂ.4,626.49 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.60,402ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,417 અને નીચામાં રૂ.59,958ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.141 ઘટી રૂ.60,370ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.98
ઘટી રૂ.47,976 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 ઘટી રૂ.5,942ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.129 ઘટી રૂ.60,147ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,057ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.74,975 અને નીચામાં રૂ.74,057ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.329 વધી રૂ.74,899ના
સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.286 વધી રૂ.74,761 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.284 વધી રૂ.74,736 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 3,485 સોદાઓમાં રૂ.,380.5 કરોડના વેપાર થયા હતા. તાંબુ
એપ્રિલ વાયદો રૂ.770.10ના ભાવે ખૂલી, રૂ.1.15 ઘટી રૂ.769.95 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી
રૂ.207.05 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.181ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.30
વધી રૂ.248ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.0.50 વધી
રૂ.207.15 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.181.20 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.0.25 વધી રૂ.247.75
બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 27,524 સોદાઓમાં રૂ.,989.04 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,640
અને નીચામાં રૂ.6,588ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28 વધી રૂ.6,621 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની એપ્રિલ વાયદો રૂ.28 વધી રૂ.6,621 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.168ના ભાવે ખૂલી, રૂ.0.60 વધી રૂ.169.80 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 0.3 વધી 170 બોલાઈ રહ્યો
હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.21.28 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.63,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,900 અને
નીચામાં રૂ.63,460ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 વધી રૂ.63,600ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.14 ઘટી રૂ.978 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,927.44 કરોડનાં
3,204.715 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,699.05 કરોડનાં 361.425 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.466.08 કરોડનાં 7,04,270 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.522.96 કરોડનાં 3,05,84,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.31.30 કરોડનાં 1,512 ટન સીસુ અને
સીસુ-મિની વાયદાઓમાં રૂ.14.38 કરોડનાં 795 ટન તાંબાના વાયદાઓમાં રૂ.218.78 કરોડનાં 2,840 ટન અને
જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.116.04 કરોડનાં 4,701 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન
ખાંડી વાયદામાં રૂ.15.36 કરોડનાં 2,400 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.92 કરોડનાં 60.12 ટનનાં કામકાજ થયાં
હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,275.587 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 919.530 ટન, તાંબાના વાયદાઓમાં 10,520.000 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 16,139 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,271 ટન તથા જસત અને જસત-મિનીમાં 22,272
ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 7,94,910 બેરલ તથા નેચરલ ગેસ અને
નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,97,75,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 16,464
ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 306.72 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.16.24 કરોડનાં 198 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 571 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,390
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,480 અને નીચામાં 16,362 બોલાઈ, 118 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 4 પોઈન્ટ ઘટી
16,471 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 10856.77 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 895.61 કરોડ, ચાંદી તથા
ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 542.36 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 8435.42 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 983.19
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 188 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.162ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.177.60 અને નીચામાં
રૂ.154ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.50 વધી રૂ.168.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ
રૂ.170 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.30 ખૂલી, ઉપરમાં રૂ.11.80 અને
નીચામાં રૂ.9.10 રહી, અંતે રૂ.0.75 ઘટી રૂ.10.95 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.920ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.1,253 અને નીચામાં રૂ.910ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.117 ઘટી રૂ.1,223 થયો હતો,
જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.837 ખૂલી,
ઊપરમાં રૂ.837 અને નીચામાં રૂ.508 રહી, અંતે રૂ.118 ઘટી રૂ.702.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,427ના ભાવે ખૂલી, રૂ.57.50
વધી રૂ.1,503.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.986ના ભાવે ખૂલી, રૂ.5 ઘટી રૂ.1,233 થયો હતો. તાંબુ એપ્રિલ રૂ.770 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
1 કિલોદીઠ રૂ.7.45 ઘટી રૂ.6.10 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.168ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.171 અને નીચામાં રૂ.138ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.27.70 ઘટી રૂ.144.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.170 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.90 ખૂલી, ઉપરમાં રૂ.12.55 અને નીચામાં રૂ.10.15 રહી, અંતે રૂ.1.15
ઘટી રૂ.11.10 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.833ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.970 અને નીચામાં રૂ.803ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.64.50 વધી રૂ.840 થયો હતો,
જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.730 ખૂલી, ઊપરમાં
રૂ.730 અને નીચામાં રૂ.510 રહી, અંતે રૂ.34.50 વધી રૂ.538 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,378.50ના ભાવે ખૂલી,
રૂ.257.50 ઘટી રૂ.1,121 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,355ના ભાવે ખૂલી, રૂ.255 ઘટી રૂ.1,028 થયો હતો.