Gujarat

કોસિન્દ્રા શાળાની માહી રાજેશ રાવલે રાજયકક્ષાએ કથ્થકમાં બીજો ક્રમાક મેળવી જિલ્લાનું નામ રોશન કર્યુ

ગુજરાત સરકાર દ્વારા ચાર મહિના પહેલા પ્રત્યેક પ્રાથમિક,માધ્યિમક શાળાઓ, મહાશાળાઓના વિદ્યાર્થીઓમાં વિવિધ કલાત્મક કૃતિઓ પ્રત્યે રસ જાગે તે અંતર્ગત કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્લસ્ટર,તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ ૦૭ સ્પર્ધાઓમાં વિવિધ ઉમર  ધરાવતા જેમાં ૬થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વર્ષના લોકોએ ત્રણ વિભાગમાં ભાગ લીધો હતો. જેમાં ગરબા, વાંસળી, કથ્થક, સુગમ સંગીત, સર્જનાત્મક કામગીરીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર સ્પર્ધકોનો દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ સ્પર્ધા વ્યારા જિલ્લાના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલમાં ૨૨ ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવી હતી.જેમાં સુરત, નર્મદા, વ્યારા, તાપી, છોટાઉદેપુર, વલસાડ, આહવા ડાંગ, નવસારી અને ભરૂચ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રદેશ કલા મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ ત્રણ શાળાઓ ન.વ.ન્દૌવાર પ્રાથમિક શાળા, કોર્સીનાની ટી.વી.વિદ્યાલય અને લોટીયા ગ્રુપ શાળાઓના સ્પર્ધકોએ ગરબા અને કથ્થક કૃતિઓમાં કર્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કક્ષાએ કોર્સીંદ્રાની ટી.વી. વિદ્યાલયની ધોરણ ૯ માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની દીકરી માહી રાજેશભાઈ રાવલે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.જે આગામી સમયમાં ઝોન લેવલે કથ્થક સ્પર્ધામાં ભાગ લઈને છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.બોડેલી તાલુકાના કોસીન્દ્રા ગામની દીકરી માહી રાવલે અને ન.વ.કન્દોવાર પ્રાથમિક શાળા અને લોટીયા ગ્રુપ શાળાએ ગરબાની કૃતિમાં તૃતીય ક્રમાંક મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું  છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230224-WA0014-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *