નિસાર શેખ,મહુધા
મહુધા ના ખડોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી શતાયુ સ્વ. હિરબાના “શ્રદ્ધાંજલિ ” કાર્યક્રમ અને ભજનસંધ્યા નું આયોજન કરાયું.
ખડોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મહુધા ના ધારાસભ્ય સંજય ભાઈ મહિડા,તાલુકા ભાજપ પ્રમુખ નિલેશભાઈ પટેલ, મહુધા શહેર ભાજપ પ્રમુખ મોન્ટુભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના સભ્ય મહેમુદભાઈ મલેક, સરપંચ નાની ખડોલ જમલભાઈ મલેક ગ્રામ પંચાયત સભ્ય કનુભાઈ વાઘેલા તથા ગામની ભજન મંડળના બહેનો તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નાની ખડોલ ગામના અગ્રણી અને પૂર્વ મહામંત્રી ખેડા જિલ્લા ભાજપ નરેશભાઈ શાહ તથા ભજન મંડળની બહેનો દ્વારા યોજવામાં આવેલ જ્યારે શ્રદ્ધાંજલિ સભામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મહુધા તાલુકા કાર્યવાહ ભગવાનસિંહજી ચૌહાણ (વીણા ની મુવાડી ) વિશેષ ઉપસ્થિત રહ્યા.


