Gujarat

ખલાડી ગામની ચંન્દ્રમણી વિદ્યાલય પટાંગણમાં પેવર બ્લોક બેસાડવા માટેનું ખાતમુહૂર્ત

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકા મહામંત્રી નરસિંહ ભોજાણી અને કૌશિકભાઈ ભોજાણી ની માંગણી અને લાગણીઓ ને ધ્યાને રાખીને કેન્દ્રીય સંચાર મંત્રી અને ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ગામનું અભ્યાસ કરતા અને વિદ્યાર્થીઓનાં હિત માટે ખલાડી ગામે ચંન્દ્રમણી વિદ્યાલય પટાંગણમાં પેવર બ્લોક બેસાડવાની કામગીરી  માટે  કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના સાંસદ  દેવુસિંહ ચૌહાણ ની ગ્રાન્ટ માંથી રૂપિયા એક લાખ ફાળવ્યા હતા. જેમાં ખલાડી ગામે ચંન્દ્રમણી વિદ્યાલય પટાંગણમાં ગામના આગેવાન અને તાલુકા મહામંત્રી નરસિંહ ભોજાણી નાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ નાં પ્રતિનિધિ મુકેશભાઈ સોઢા,રણજીતસિંહ સોઢા,ખલાડી દુધ ઉત્પાદક સહકારી મંડળી નાં ચેરમેન કૌશિકભાઈ ભોજાણી તેમજ શિક્ષણ ગણ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230104-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *