Gujarat

ખાંભા તાલુકાના માં અમર આશ્રમ ડેડાણ ખાતે શ્રી કોળી યુવાક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ ની મીટીંગ યોજાઈ.

વિક્રમ સાખટ રાજુલા
આજ રોજ તા.08/03/2023 ના રોજ માં અમર આશ્રમ ડેડાણ ખાતે સંત શ્રી દેવેન્દ્રદાસબાપુ ના સાનિધ્યમાં શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ ની સાધારણ મિટિંગ યોજવામાં આવી હતી.જેમાં પ્રથમ બેઠકમાં પ્રમુખ તરીકે શ્રી હસમુખભાઈ શિયાળ,ઉપ પ્રમુખ તરીકે અમરસીભાઈ પરમાર,મંત્રી સતીષભાઈ મકવાણા,સહમંત્રી ભોળાભાઈ વાઘેલા,ખજાનશી હરેશભાઈ વાઘેલા ની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી.જેમાં ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ચૌહાણ,કિશોરભાઈ ખસીયા,સંજયભાઇ સરવૈયા,હસમુખભાઈ રાઠોડ,ધીરુભાઈ વાળા,ભીમજીભાઈ સાંખટ,ડાયાભાઇ સાંખટ,મુકેશભાઈ સોલંકી સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તમામ મિત્રો આગામી સમયમાં સમાજને નવી રાહ મળે તેવી યોગ્ય દિશામાં સમાજને  મદદ રૂપ થવા પ્રયત્નો કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.  સંતશ્રી દેવેન્દ્રદાસ બાપુના આશીર્વચન સાથે મિટિંગ પૂર્ણ કરવામાં આવી હતી

IMG-20230308-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *