Gujarat

ખાંભા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હામાં આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન સર્વેલન્સ ટીમ

મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અપહરણ તથા પોકસો એકટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ જીલ્લામાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં તેમજ અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા નાઓ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં સુચના તથા માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે ખાંભા પો.સ્ટે. એ-પાર્ટ નં. ૧૧૧ ૯૩૦ ૨૭૨૩ ૦૧૬૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હાના કામનો આરોપી ફરીયાદીની સગીર વયની દિકરીને લલયાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય જે ગુન્હો ખાંભા પોલીસ સ્ટેશન ખાતે રજી. થયેલ હોય જે ગુન્હાનો આરોપી સાવરકુંડલાનો રહેવાસી હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની ની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને ચોક્ક્સ બાતમી આધારે ગણતરીના દિવસમાં સાવરકુંડલા ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા ખાંભા પો.સ્ટે.ને સોપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીનો વિગત :
 (૧) પ્રવીણભાઈ નારણભાઇ ચુડાસમા ઉ.વ.૨૩ ધંધો.સિલાય કામ રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, આંખની
હોસ્પિટલ સામે, નાગનાથ સોસાયટી તા.સાવરકુંડલા જી.અમરેલી
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા પો.સ.ઇ. આર.એલ.રાઠોડ તથા એ.એસ.આઇ. હિંગળાજસિંહ પ્રધ્યુમનસિંહ, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ તથા વૃ,પો.કો. જાગુબેન જગદિશભાઈ દ્રારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230519-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *