જૂનાગઢ શહેરમાં રહેતા મોતીબેનનો પગ લપસી જતા કમરમાં ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહિંયા ડોક્ટર દ્વારા કમરનો ગોળો બદલાવવાનું જણાવતા મોતીબેન પાસે ભારત સરકારનું આયુષ્યમાન કાર્ડ હોવાથી ખાનગી હોસ્પિટલમાં તેમની વિનામૂલ્યે સારવાર અને ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું.
જૂનાગઢ ઉપરકોટ વિસ્તારમાં રહેતા પંકજભાઇ બરેજાએ જણાવ્યું કે, મારા માતાની ઉંમર ૬૫ વર્ષની છે. થોડા દિવસ પહેલા ઘરે પગ લપસતા પડી ગયા હતા અને તેમને કમરમાં ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢની ખાનગી હોસ્પિટલના ડોક્ટર દ્વારા કમરના ગોળામાં ઇજા પહોંચી હોવાથી તેને બદલવા માટે ઓપરેશન કરવું પડે તેમ હતું.
મોતીબેન ભોજાભાઇ બરેજા પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હોવાથી તેમને વિના મૂલ્યે તમામ પ્રકારની સારવાર થઈ શકે તેમ હતી. આથી મોતીબેનને આયુષ્યમાન કાર્ડ હેઠળ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં કમરના ગોળાનું ઓપરેશન કરી ચાર દિવસ દાખલ રાખી તમામ પ્રકારની સારવાર વિના મૂલ્યે આપવામાં આવી હતી.
વધુમાં પંકજભાઈએ જણાવ્યું કે, હું ડ્રાઈવર તરીકે સેવારત છું અને હોસ્પિટલનો ખર્ચ કરવો પહોંચાય તેમ ન હતો. પરંતુ ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્ડ અંતર્ગત વિના મૂલ્યે સારવાર ઉપલબ્ધ થઈ છે. જેથી વર્ગના સામાન્ય લોકોને ખૂબ મદદ મળી રહે છે. તેમ ભારત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું.


