Gujarat

ખેડાના ગળતેશ્વરમાં માતાએ પુત્ર-પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી

ખેડા
ખેડાના ગળતેશ્વરમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. અહીં માતાએ પોતાના બે બાળકો સાથે કેનાલમા ઝંપલાવ્યું હતું. પતિ અમદાવાદમાં મજુરી કામ કરે છે. ઠાસરા તાલુકાના ઉનાળિયા ગામથી ગઈકાલે બે બાળકો સાથે માતા નિકળી હતી. અસ્થિર મગજની માતા અગાઉ પણ ઘર છોડી ચાલી ગઈ હતી. ગઈકાલે બે બાળકો સાથે મહિ કેનાલમાં ઝંપલાવ્યું હતું. મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે. બનાવને લઈ ઉનાળિયા ગામમાં શોકનો માહોલ છે. માતા અને બાળકોના મૃતદેહને પીએમ માટે સેવાલીયા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. સેવાલીયા પોલીસે આ ઘટનામાં ગુનો દાખળ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેનપુરા સેવણિયા વિસ્તારમાંથી તમામ લાશ મળી આવી છે. ઠાસરાના ઉનાળિયા ગામેથી ગઈકાલે માતા નીકળી હતી. ત્યારે બે બાળકો સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે. ૫ વર્ષની દિકરી અને ૩ વર્ષનાં દિકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે.

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *