Gujarat

ખેડા અને આણંદ જિલ્લામાં ૨૦ સ્થળને બ્લેક સ્પોટ જાહેર કરાયા

આણંદ
આણંદ અને ખેડા જિલ્લામાં અવારનવાર અકસ્માતના બનાવો બને છે. જેના કારણે અહીં કેટલાક વિસ્તારોને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં આઠ અને ખેડા જિલ્લામાં ૨૦ સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨માં ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૨૩૮ છે અને આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૩૫થી વધુ છે. સામાન્ય રીતે પોલીસ, આરટીઓ અને માર્ગ મકાન વિભાગ દ્વારા સંકલન કરીને એક વર્ષમાં ત્રણથી વધુ અકસ્માતો થતા હોય તેવા રસ્તાઓને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવે છે. ગામડી ઓવરબ્રિજ, બેડવા ઓવરબ્રિજ, કિંખલોડ ચોકડી, બોરસદ વાસદ માર્ગ અને ટોલ નજીકના રસ્તાઓ, ગામને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *