ગરીબ અને વંચિત નાગરીક પોતાનો પ્રશ્ન સરળતાથી રજુ કરી ન્યાય મેળવી શકે તે માટે ખેડા જિલ્લાના ૧૦ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા સ્તરે અગાઉ સંબધિત કચેરીએ પોતાની રજુઆત અથવા ફરીયાદ કરી હોય અને નિરાકરણ આવેલ ન હોય એવા પ્રશ્નો રજુ કરી શકાશે. સંબંધિત અધિકારીશ્રીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.
તારીખ ૨૧-૦૩-૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં મહુધા ખાતે; નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખેડા નડિયાદની અધ્યક્ષતામાં વસો ખાતે; મદદનીશ કલેક્ટરશ્રી ખેડા-પ્રાંતની અધ્યક્ષતામાં ખેડા ખાતે; પ્રાંત અધિકારીશ્રી, નડિયાદની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે; નાયબ કલેક્ટરશ્રી જ.સુ અને અપીલ, ખેડા- નડીયાદની અધ્યક્ષતામાં માતર ખાતે; જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ખેડા-નડિયાદની અધ્યક્ષતામાં ઠાસરા ખાતે; નાયબ કલેકટરશ્રી, સ્ટેમ્પ ડયુટી, ખેડા- નડિયાદની અધ્યક્ષતામાં મહેમદાવાદ ખાતે; પ્રાંત અધિકારી શ્રી કપડવંજની અધ્યક્ષતામાં કઠલાલ ખાતે; પ્રાંત અધિકારી શ્રી ઠાસરાની અધ્યક્ષતામાં ગળતેશ્વર ખાતે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(વિકાસ) ખેડા-નડિયાદની અધ્યક્ષતામાં કપડવંજ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવશે.
ઉપરોકત તાલુકાઓમાં અગાઉ સબંધિત કચેરીએ પોતાની રજુઆત/ફરીયાદ કરી હોય અને નિરાકરણ આવેલ ન હોય તેવા પ્રશ્નો રજુ કરવા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે (મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી એમ અધિક નિવાસી કલેકટરશ્રી ખેડા નડિયાદ દ્વારા જણાવવામાં આવેલ છે.
