મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લા અલ્પસંખ્યક મોરચા ની કપડવંજ વિધાનસભા ની બેઠક યોજાઇ જેમાં કઠલાલ શહેર,કઠલાલ તાલુકો,કપડવંજ શહેર, કપડવંજ તાલુકા ચારે મંડળ ના મોરચાના તમામ પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિઓ હાજર હતા. સરકારના નવ સલા બે મિસાલ ની ઉજવણી અંતર્ગત આવતા કાર્યક્રમો અંગે માહિતી અને અને ચર્ચા વિચારણા કરાઈ હતી.
બેઠકમાં નરેન્દ્ર ભાઇ પટેલ પ્રમુખ કપડવંજ શહેર ભાજપ,બિજેશભાઈ મહામંત્રી કપડવંજ શહેર,સોહીલ મલેક મહામંત્રી ખેડા જિલ્લા લઘુમતી મોરચો,જાબીર ભાઈ ઉપપ્રમુખ,શાહીદ સૈયદ પ્રમુખ કપડવંજ તાલુકા લઘુમતી મોરચો, કાલુભાઈ સૈયદ કપડવંજ શહેર પ્રમુખ લઘુમતી મોરચો,ઈરસાદભાઈ ચૌહાણ કઠલાલ સમસુદીન સૈયદ,સીરાજભાઈ વ્હોરા,યુસફ ભાઈ લાલમાડવા,નઈમ વ્હોરા,અસ્ફાકભાઈ, ઈનાયતભાઈ,રહીમભાઈ જફરુભાઈ,મખદુમભાઈ,સહિત કાયૅકતાઓ ઉપસ્થિત રહ્યા હતક. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાકુબ ભાઈ માસ્ટરે કર્યું હતું.


