Gujarat

ખેડા જિલ્લા લોકસભા તથા કઠલાલ તાલુકા સહિત સમગ્ર જિલ્લાનું ગૌરવ માહી પ્રજાપતિ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
દિલ્હી ખાતે યોજાયેલ તેમજ નવોદય વિદ્યાલય સમિતિ, નોઈડા દ્વારા આયોજિત વિભાગીય કક્ષાના કલા ઉત્સવમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દીવ-દમણ, દાદરા નગરની કુલ ૭૨ શાળાઓના કલા શિક્ષકોએ ભાગ લીધો હતો.  જેમાં જવાહર નવોદય વિદ્યાલય ખેડા કઠલાલની વિદ્યાર્થીની કુ. માહી મહેશભાઈ પ્રજાપતિ જે હાલ ધોરણ -૧૦માં અભ્યાસ કરે છે  જેણે આઝાદી કા અમૃત મહોત્સવ પર આયોજિત સ્ટેમ્પ ડિઝાઇન પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન તેમજ નેશનલ લેવલે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
જ્યારે દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમ માં રેલ્વે મંત્રી અશ્વિનીજી વૈષ્ણવ અને ખેડા જિલ્લા સાંસદ તથા સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ ના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જ્યારે  ઉલ્લેખનીય છે કે કુ.  માહી પ્રજાપતિની કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે. જે ખેડા જિલ્લા લોકસભા તથા કઠલાલ તાલુકા સહિત સમગ્ર જિલ્લા ગૌરવ વધારતા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

IMG-20230211-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *