Gujarat

ખેડૂતો રૂ.૧૫૦૦૦નો સ્માર્ટફોન ખરીદશે તો ગુજરાત સરકાર રૂ. ૬૦૦૦ની સહાય આપશે                                              

ખાસ અહેવાલ:રોહિત ઉસદડ

આજે સ્માર્ટફોન અને ઈન્ટરનેટના માધ્યમથી દુનિયાની કોઈ પણ જાણકારી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે. ત્યારે દેશ અને સમાજનાં આધારભૂત અંગ એવા ખેડૂતો કંઈ રીતે કૃષિ સહિતના અદ્યતન જ્ઞાનથી અલિપ્ત રહે ? આ માટે ગુજરાત સરકારે ખાસ ખેડૂતો માટે સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના જાહેર કરી છે. જેના થકી ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર મહત્તમ રૂ. ૬૦૦૦ની સહાય લાભ આપી રહી છે.

      જૂનાગઢ જિલ્લામાં ૧૨૫૯ જેટલા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર રૂ.૭૧.૭૧ લાખની સહાય ચૂકવવામાં આવી છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ૫૨૭ ખેડૂતોને રૂ. ૨૯.૭૨ લાખની અને ૨૦૨૨-૨૩માં ખેડૂતોને ૪૧.૯૯ લાખની સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવામાં આવી છે.

      આ સંદર્ભે વધુ જાણકારી આપતા જિલ્લા ખેતિવાડી અધિકારી શ્રી જે.ડી. ગોંડલીયા જણાવે છે કે, કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાઓનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ખેડૂતો આ સેવાઓના લાભ મેળવી અને  અદ્યતન તકનીકો અપનાવી કૃષિ ક્ષેત્રે વિકાસના નવા આયામો ઉમેરે તે માટે નીતિઓ અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

      ખાસ કરીને ખેડૂતોને હવામાન અને વરસાદ ઉપર ખૂબ નિર્ભર રહેવું પડે છે ત્યારે તેમને હવામાન ખાતાની અને વરસાદની આગાહીની જાણકારી સુલભ રીતે મળી રહે તો ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે. સાથો સાથ ખેડૂતોને પાકમાં સંભવિત રોગ-જીવાત ઉપદ્રવની માહિતી, કૃષિ જગતના પ્રકાશનો, નવીનતમ ખેતિ પદ્ધતિ, ખેતિવાડી યોજનાઓ વગેરેની જાણકારી સ્માર્ટફોનના માધ્મયથી ખૂબ સરળતાથી મળી શકે છે. જેને કેન્દ્રમાં રાખી રાજ્ય સરકારે સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના જાહેર કરી છે. આમ, કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના વ્યાપને વધુ વિસ્તારી શકાશે.

      આ યોજના હેઠળ ખેડૂતોને મહત્તમ રૂ. ૬૦૦૦ની સુધીની મળવાપાત્ર થાય છે. જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦ ટકા સહાય અથવા રૂ.૬૦૦૦ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. તેમ શ્રી જે.ડી. ગોંડલીયા ઉમેર્યું હતું.

       ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વની ગુજરાત સરકારના બજેટ ૨૦૨૩-૨૪માં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે રૂ.૪૨૫૯૪ કરોડની જોગાવાઈ કરી છે. જેથી કૃષિ ક્ષેત્રના વિકાસને એક નવી ઉંચાઈ આપી શકાય.

khedul-mobile-sahay3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *