ઉનાળો તેના મધ્યાહ્નને છે.અસહ્ય ગરમીમાં નાગરિકો માટે કુંભાર સમાજ દ્વારા માટલાં ઘડી ફ્રિજ જેવુ શિતાનુકૂલિત પાણી તેમાં મળી રહે તેવી રચના ઘડાય છે. આદિવાસી ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ કેટલાક લોકો એવા છે કે માટલાનું જ પાણી પીવે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. આજ કાલના સમયમાં લોકો પાણી ભરવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને ફ્રીઝમાં મુક્યા બાદ એ પાણી પીવે છે. પરંતુ તમે જાણો છો કે પ્લાસ્ટિક આપદા સ્વસ્થ માટે નુકશાન કારક છે. પ્લાસ્ટિકને બદલે માટલામાં ભરેલું પાણી પીવાથી આપણા શરીરને ખૂબ ફાયદા મળે છે. પીઢીઓથી ભારતીય ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. માટલામાં પાણી પીવાથી અનેક ફાયદાઓ થતા હોય છે ગરમીમાં ફ્રિજ જેવા ઠંડા પાણી આપતા બોડેલી નજીક ખાંડીવાવના માટલાં!
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


