ગાંધીનગર
ગાંધીનગરના સેક્ટર – ૮, ૨૧, ૨૯ અને સેક્ટર ૩૦ માં આવેલા વિવિધ કક્ષાના ૨૫૦ જેટલાં આવાસોનું ૧૦ કરોડના ખર્ચે તબક્કાવાર રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. એક તરફ સરકારી આવાસો માટેની પ્રતીક્ષા યાદી લાંબી થઈ રહી છે. આવા સંજાેગોમાં જુના આવાસોનું મજબૂતીકરણ કરીને રહેવા લાયક બનાવી દેવામાં આવશે. ગાંધીનગરના સેક્ટરોમાં જુદી જુદી કક્ષાના સરકારી આવાસો સરકારી કર્મચારીઓ માટે બાંધવામાં આવેલા છે. જ્યારે અંદાજિત ૪૫ થી વધુ વર્ષ જૂના આ આવાસો સમય જતાં હવે ખંડેર બન્યા છે. જાેખમી અને જર્જરિત આવાસો રહેણાંકને લાયક રહ્યા નથી જેના લીધે તંત્ર દ્વારા પણ જાેખમી આવાસો ખાલી કરાવામાં આવે છે. આવા જર્જરીત આવાસોની સ્થિતિ ચકાસવા માટે અગાઉ તંત્ર દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો. જેના અંતે સેક્ટરોમાં વિવિધ કક્ષાના કુલ ૪૫૦૦ જેટલા મકાનો જાેખમી હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. જયા૨ે આ જાેખમી મકાનો તબક્કાવાર તોડી નાંખવા માટે પણ મંજૂરી આપવામાં આવી રહી છે. શહેરમાં હાલ જાેખમી મકાનો તોડવાનું કામ ચાલી રહ્યુ છે. જયારે નવા મકાનો પણ બાંધવામાં આવી રહ્યા છે. પરંતુ આવાસોના મામલે તંત્રના ચોપડે કર્મચારીઓની પ્રતિક્ષા યાદી પણ મોટી થતા કર્મચારીઓને આવાસની ફાળવણી કરવી મુશ્કેલ બની છે. ગાંધીનગરમાં જુના આવાસોનો તોડી પાડવા ઉપરાંત નવા મકાનો બાંધવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે સેકટરોમાં આવાસોની ઘટ નિવારવા માટે જુદી જુદી કક્ષાના સરકારી આવાસો પૈકી જે આવાસોની પ્રમાણમાં દશા સારી હોય તેવા આવાસોને પણ અભિપ્રાયના અંતે રીનોવેશન હેઠળ આવરી લેવા માટે આયોજન કરવામાં આવે છે. તે મુજબ સેક્ટરોમાં હાલ કેટલાક બ્લોકને મજબતીકરણ હેઠળ આવરી લેવા માટે કામ હાથ ધરવામાં આવશે. શહેરના જુદા જુદા સેકટરોમાં વિવિધ કક્ષાના મકાનોની સ્થિતિ ચકાસી અભ્યાસ બાદ રીનોવેશનની યોજના હાથ ધરવામાં આવે છે. પાટનગર યોજના વિભાગના સુત્રોમાંથી મળતી માહીતી અનુસાર સેક્ટર -૮ સેકટર – ૨૧,સેક્ટર – ૨૯ તેમજ સેક્ટર – ૩૦માં વિવિધ કક્ષાના ૨૫૦ જેટલા આવાસોને મજબુતીકરણ હેઠળ આવરી લેવાશે. જેનાં માટે અંદાજિત ૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જયારે કામને અનુલક્ષીને ટેન્ડર પ્રક્રીયાના અંતે હવે ટુંકમાં મકાનોના રીનોવેશનની કામગીરી શરૂ કરી દેવાશે. સેક્ટરોમાં જાેખમી મકાનો તોડવાની સાથે નવા મકાનો બાંધવામાં આવી રહ્યા છે. જયારે કેટલાક બ્લોકને રીનોવેશન હેઠળ પણ આવરી લેવા માટે આયોજન કરવામાં આવે છે આમ આવાસની ઘટને પહોંચી વળવા માટે પ્રયાસો થઇ રહ્યા છે.


