તા.૧૩/૦૫/૨૦૨૩ થી ૨૧/૦૫/૨૦૨૩ સુધી હમણાં તાજેતર ગાંધીનગર ખાતે શરૂ થનારી રામકથા કે જે વિશ્વ વંદનીય સંત પૂજ્ય શ્રી મોરારીબાપુ વ્યાસપીઠ પરથી એમના મુખે થી વાંચશે અને ગાંધીનગર ની ધર્મ-પ્રેમી જનતા ને આ મધુર રામકથા સાંભળવાનો લ્હાવો મળશે એ રામકથા પૂર્વે ની તૈયારીઓ અનુસંધાને કથા સ્થળ ના ગ્રાઉન્ડ પર જઈ ને વ્યવસ્થા ના ભાગ રૂપે ત્યાં મંડપ , તેમજ સ્ટેજ તેમજ રસોડું તેમજ ભોજન વ્યવસ્થા તેમજ ઉતારા વ્યવસ્થા તેમજ સ્ટેજ સહિત રામકથા આયોજન ને લગતી તમામ નાની-મોટી બાબત ની કાળજી પૂર્વક ચોકસાઈ થી નિરીક્ષણ તેમજ રામકથાના યજમાન પરીવાર તેમજ સ્વયં-સેવકો સાથે તમામ પ્રકાર ની ચર્ચા વિચારણા તેમજ યોગ્ય માર્ગદર્શન અને મિટિંગ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા કરવામાં આવેલ
આ તકે ત્યાં ઉપસ્થિત કેબીનેટ કક્ષા ના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્યકક્ષા ના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસુરીયા સહિત સરકાર ના મંત્રીશ્રીઓ પણ હાજર રહેલા હતા…
અહેવાલ કનુભાઈ ખાચર


