Gujarat

ગીરગઢડાના ફાટસર ગામમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો, ગીર સહીતના આજુબાજુના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો….ફરેડા, એભલવડ, હરમડીયામાં કરા પડ્યા..

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને આજે બપોરના બાર વાગ્યા બાદ
ઉના ગીરગઢડા પંથકમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. અચાનક ગીરગઢડા સહિતના આજુબાજુના ગામોમાં ભારે પવન
કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેમજ ઉના પંથકમાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય ગયા છે. જેને લઈ ઠંડા
પવન સાથે ગાજવીજ થતા વરસાદ પડવાની આશા બંધાય હતી. પરંતુ વરસાદ ગાજ્યો પણ વરસ્યો ન હતો.ગીર નજીકના ગીરગઢડા
સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન વરસાદ સાથે કરા વરસ્યા હતા. ગીરગઢડા
તાલુકાના જરગલી, ફાટસર, ફરેડા, હરમડીયા, એભલવડ, સહીતના ગામોમાં પવન સાથે વરસાદ વસ્યો હતો. જ્યારે ફરેડા,
એભલવડ, હરમડીયા સહીતના ગામોમાં વરસાદ સાથે કરા પણ પડતા ખેડૂતો લોકોમાં ચિંતામાં મુકાય ગયા હતા. વરસાદ વરસતા ઠંડો
પવન ફુકાતા વાતાવરણ ઠંડુગાર થયેલ હતું. જોકે થોડીવાર પડેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી વહેતા થવા
લાગ્યા હતા. અને ઠેર ઠેર પાણીના ખાબોચ્યા ભરાય ગયેલ. આ કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાક કેસર કેરી જેવા અનેક પાકને
નુકસાન થયાની ભીતી ખેડૂતોમાં સેવાય હતી. ઉનામાં વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ તાપના કારણે ભારે ગરમીના ઉકળાટ
અનુભવાયો હતો.

-આજુબાજુના-ગામોમાં-કરા-સાથે-વરસાદ-વરસ્યો-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *