Gujarat

ગીરગઢડાના સણોસરી ગામે પુલ તેમજ આરસીસી રોડના કામમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતી..

ગીરગઢડાના સણોસરી ગામમાં ચોક વિસ્તારમાં નવા બનતા આરસીસી રોડના કામમાં ગેરરીતી થતી હોવાનો આક્ષેપ તાલુકા પંચાયત
સદસ્ય મનુભાઈ કાતરીયાએ કરી તાત્કાલીક યોગ્ય પગલા ભરી કાર્યવાહી કરવા માંગ કરેલ અને આ ગેરરીતીના કારણે બીલ પણ પાસ
ન કરવા જણાવેલ આમ પુલ તેમજ આસીસી રોડમાં હલકી ગુણવતાનું મટીરીયલ વાપરી કામ કરેલ હોય લેબ દ્રારા તપાસ કરાવી
જવાબદારો સામે કાર્યવાહી કરવામાં માંગ કરેલ છે.
સણોસરી ગામે નવા પુલનુ કામ કરવામાં આવેલ હોય તેમજ આર સી સી રોડમાં સળીયા, કપચી, રેતી વગર અને હલકી ગુણવાતાનું
કામ કરવામાં આવેલ છે. અને આ પુલ અને રોડમાં રેતી, સીમેન્ટ, કપચીની જગ્યાએ માત્ર ધુળ અને પથ્થરો નાખી પુલ પર ભુગળા
ફીટ કરી ધુળથી આરસીસી કરવામાં આવેલ. તેમા પણ ત્રણ ઈંચ રેતી કપચીને બદલે ધુળ અને કુવાના પથ્થરો નાખવામાં આવ્યા છે.
અને સાઇડોમાં સીમેન્ટથી પ્લાસ્ટ કરવાના બદલે ધુળથી પ્લાસ્ટર કરવામાં આવેલ છે. આ બાબતે મનુભાઇ કાતરીયાએ વધુમાં
જણાવેલ કે ટીડીઓને જાણ કરતા એન્જીનીયર આવી તપાસ પણ કરેલ અને સ્થળ પર ચાલુ કામમાં તપાસ કરતા આ કામમાં રેતીની
જગ્યાએ ધુળ વાપરેલ હોવાનું સ્વીકારેલ હતું. અને તલાટીને દ્રારા પંચરોજ કામ કરાવી આ કામને અટકાવી દીધેલ છે.
આવીજ રીતે જો સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તેનો મતલબ એ પણ થાય કે ક્યાંકને ક્યાંક તો આ સરકારી
બાબુઓની મીલી ભગત હોય શકે. સરકાર ઉપરથી વિકાસના કામોના કરવા માટે ગ્રાન્ટ ફાટવવામાં આવતી હોવા છતાં હલકી
ગુણવતાનું કામ કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરેલ છે. જેથી જવાબદારો સામે યોગ્ય પગલા ભરવા ગ્રામજનો તેમજ તાલુકા પંચાયત
સદસ્ય દ્રારા માંગણી ઉઠવા પામેલ છે…
બોક્ષ્ – પુલ અને આરસીસીરોડના કામમાં બહારથી આવેલ રેતી ધુળ વાળી આવી ગઇ…સરપંચ પ્રવિણભાઇ…
સણોસરીના સરપંચ પ્રવિણભાઇ ઢોલાનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવેલ કે પુલ અને રોડના કામમાં બહારથી આવેલ રેતી
થોડી ધુળ વાળી આવી ગઇ હતી. અમારી પંચાયત બોડીના સભ્ય ગાગજીભાઇ ગુજરીયાએ કોન્ટ્રાક્ટ રાખેલ હતો. અને કામ
બાલુભાઇએ કરેલ અને આ કામ રૂ.૨ લાખનું હોવાનું જણાવેલ હતું.

-ગામે-પુલ-તેમજ-આરસીસી-રોડના-કામમાં-લોટ-પાણીને-લાકડા-જેવી-સ્થિતી-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *