Gujarat

ગીર સોમનાથમાં તા.૦૬.૦૩.૨૦૨૩ થી તા.૦૮.૦૩.૨૦૨૩ દરમિયાન સામાન્યથી હળવા વરસાદની આગાહી

 હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં તા.૦૬.૦૩.૨૦૨૩ થી તા.૦૮.૦૩.૨૦૨૩ દરમ્યાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તા.૦૬.૦૩.૨૦૨૩ થી ૦૮.૦૩.૨૦૨૩ ના સમયગાળા દરમિયાન ગીર – સોમનાથ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. જે બાબતે ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે લેવાના થતા પગલાઓ અંગે જણાવવામાં આવ્યું છે.

ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.

ઉપરાંત એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશસુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે લઇ જવાતી પેદાશો શક્યત; આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરિક્ષણ કરી ટાળવી અથવા સુરક્ષિત રાખવા અને બિયારણ, ખાતર, વગેરે જેવી ખેત સામગ્રીના ઇનપુટસ ડીલરોએ ગોડાઉન સુરક્ષિત રાખવા પગલાં લેવા જરૂરી છે એમ જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *