Gujarat

ગુજરાતમાં ભાવ અને વરસાદની વધઘટના પગલે વાવેતરમાં વધઘટ થઇ શકે

જૂનાગઢ
ગુજરાતમાં રવિ સીઝનમાં ઘઉંનો વાવેતર વિસ્તાર સામાન્ય રીતે ૧૩,૦૧,૦૫૧ હેક્ટર છે. તેની સામે આ મોસમમાં ૧૨,૬૫,૯૩૩ હેક્ટરમાં વાવેતર થયું છે. આમ ૭૯,૦૭૪ હેક્ટર સામાન્ય કરતાં ઓછું થયું છે. જાેકે, ગત રવિ સીઝન કરતાં આ વાવેતર ૪૩,૯૫૬ હેક્ટર વધુ છે. તો ચણાનો કુલ વાવેતર વિસ્તાર ૭,૭૫,૨૭૮ હેક્ટર છે. તેને બદલે આ વખતે ૭,૬૪,૫૧૮ એટલેકે, ૧૦,૭૬૦ હેક્ટર વાવેતર વિસ્તાર ઘટ્યો છે.આ વર્ષની રવિ સીઝનમાં ગુજરાતભરમાં વાવેતરના આંકડા કૃષિ વિભાગે એકઠા કર્યા છે. જે માં ઘઉં, ચણા, જુવાર, જીરૂં, શેરડી, જેવી જણસના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ડુંગળી, લસણ, બટેટા, શાકભાજી, સરસવ, તમાકુ, ધાણા, ઇસબગુલ, ઘાસચારાનાં વાવેતરમાં વધારો નોંધાયો છે.કોઇપણ જણસનાં વાવેતરમાં વધઘટ થવી એની પાછળ વાવેતરની પેટર્નમાં ફેરફાર, ભાવમાં વધઘટને લીધે ફેરફાર, તેમજ વરસાદમાં વધ-ઘટ કારણભૂત હોય છે.ગત વર્ષે ચણાનું સામાન્ય કરતાં ૩,૨૬,૦૬૭ હેક્ટર વધુ વિસ્તારમાં વાવેતર થયું હતું એ રીતે સરખાવીએ તો પણ ચણાના વાવેતરમાં ગત વર્ષ કરતાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં તમામ જણસનો કુલ વાવેતર વિસ્તાર ૪૪,૭૫,૧૪૨ હેક્ટર છે. એમાં ૨,૩૨૦ હેક્ટરનો ઘટાડો થયો છે. આ વર્ષે રવિ સીઝનમાં કુલ વાવેતર ૪૪,૭૨,૮૨૨ હેક્ટર વિસ્તારમાં થયું છે.

File-01-Photo-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *