Gujarat

ગુજરાતમાં સંરક્ષણ ક્ષમતા   મહોત્સવ (સંક્ષમ ) :૨૦૨૩ ની  ઉજવણી

સંક્ષમ એ આપણા દેશની ઉર્જા સુરક્ષા, ટકાઉ વિકાસ અને પર્યાવરણ સુરક્ષા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય  કાર્યક્રમ  છે. કાર્યક્રમનો મુખ્ય ધ્યેય અશ્મિભૂત ઇંધણ પર થતા નકામા ખર્ચને  રોકવા, દેશના વિદેશી રાજકોષ પર વધતા બોજને ઘટાડવા અને અશ્મિભૂત ઇંધણને બાળવાથી ઉત્પન્ન થતા ગ્રીન હાઉસ વાયુઓની પ્રતિકૂળ અસરથી  પર્યાવરણને બચાવવાનો છે.પેટ્રોલિયમ ઉત્પાદનોના સંરક્ષણ, બળતણ-કાર્યક્ષમ સાધનોને પ્રોત્સાહન આપવા તથા પેટ્રોલિયમ સંરક્ષણ માટેની નીતિઓ અને વ્યૂહરચનાઓ પ્રસ્તાવિત કરવામાં સરકારને મદદ કરવા  માટે  અને મોટા પાયે  જનજાગૃતિ   લાવવામાં  પેટ્રોલિયમ  કન્ઝર્વેશન    રિસર્ચ   એસોસિએશન (PCRA) અગ્રસર  છે. એજ નિષ્ઠા સાથે “24 મી  એપ્રિલ 2023 થી 08 મી મે 2023” દરમિયાન  આઝાદીકા  અમૃત  મહોત્સવની ઉજવણીની સાથે “ ऊर्जा संरक्षण – ‘नेट जीरो ‘ की और| (Energy Conservation towards ‘Net Zero’) ની  ટેગ  લાઈન  સાથે  સંક્ષમ (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ  2023 ) નું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવ્યું છે.  ઈન્ડિયન  ઓઈલ દ્વારા સક્ષમ-2023 દરમિયાન ગુજરાત  રાજ્યમાં  આશરે 6500 કરતા વધારે પ્રવૃતિઓનું આયોજન  કરવામાં  આવશે. વધુમાં અશ્મિભૂત  ઇંધણના  સંરક્ષણ  માટે  ભારત  સરકાર  દ્વારા   લેવામાં  આવેલી  વિવિધ  પહેલો, જેમકે અતિ  સ્વચ્છ  BSVI ઇંધણને  અપનાવવું, ઇંધણમાં ઇથેનોલનું  મિશ્રણ અને  પ્રધાનમંત્રી  ઉજ્જ્વલા  યોજના  દ્વારા  ગુજરાતમાં  એલપીજીના   પ્રવેશમાં  વધારો કરવો , સિટીગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિકાસ  દ્વારા  ઉર્જા  મિશ્રણમાં  ગેસનો  હિસ્સો  વધારવા  પર  ભાર  આપવુ, સૌરઉર્જા, પવનઉર્જા, CNG સાથે  હાઇડ્રોજન  જેવા  ઉર્જાના  વૈકલ્પિક  સ્ત્રોતોમાં  સંશોધન, ઈ-મોબિલિટી  વિકલ્પોને  આપવામાં  આવેલ  પ્રોત્સાહન  વગેરે નો સમાવેશ થાય છે. આપણા  માનનીય વડાપ્રધાને 2070 સુધીમાં નેટ ઝીરો એમિશન સુધી પહોંચવાના જાહેર કરેલા લક્ષ્યાંકને સફળ બનાવવા માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે જેમાં “ऊर्जा संरक्षण – ‘नेट जीरो ‘ की और।” ની થીમ પર ગ્રુપ ટોક , સ્કૂલ અને કોલેજોમાં ડિબેટ , વોલ પેઇન્ટિંગ સ્પર્ધા , આર્ટિકલ લેખન સ્પર્ધા , પ્રેસ કોન્ફરન્સ , ટોક શો ઈન ટીવી અને રેડિયો તેમજ જીંગલનો સમાવેશ થાય છે.

IMG-20230502-WA0210.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *