Gujarat

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી  દ્વારા સ્ટેમ ક્વિઝ સ્પર્ધા યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર  દ્વારા વિદ્યાર્થીઓ માં વિજ્ઞાન,ટેકનોલોજીએન્જિનિયરીંગ અને ગણિત (STEM) ક્ષેત્રમાં જ્ઞાન માં અભિવૃદ્ધિ થાય તેવા આશય થી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ સ્પર્ધા ૨૦૨૩ નું આયોજન આગામી તા.૧૪ થી૧૬ એપ્રિલ ૨૦૨૩  કરેલ છે.

 આ સ્પર્ધા જૂનાગઢ જિલ્લા માટે ૧૫/૦૪/૨૩ ના સાંજે ૪ વાગ્યે યોજાશે. આ તાલુકા કમ જિલ્લા કક્ષા ની  ઓનલાઈન સ્પર્ધા યોજાશે. અને દરેક તાલુકા માંથી પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ઓફલાઈન માધ્યમ થી  સાયન્સ સીટી અમદાવાદ ખાતે રાજ્યકક્ષા એ ભાગ લેવા જશે. આ સ્પર્ધા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માં હશે. આ સ્પર્ધામાં બાર્ક,ડીઆરડીઓ અને ઈસરો જેવી સંસ્થા ની મુલાકાત સાથે બે કરોડ જેવી માતબર રકમ ના ઇનામો તો જીતવાની તક  પણ છે ભાગ લેનાર ને ઇ સર્ટિફિકેટ આપવામાં આવશે.

 જૂનાગઢ જિલ્લા ના તમામ  પ્રતિભાશાળી,રસ ધરાવતા વિદ્યાર્થીઓ વધુને વધુ ભાગ લે તેવા હેતુ થી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડી.ઇ.ઓ કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ જહેમત ઉઠાવી રહયા છે. આ સ્પર્ધા વિષે વધુ જાણકારી માટે લોક વિજ્ઞાન કેન્દ્ર નો સંપર્ક કરવા પ્રતાપસિંહ ઓરાની અખબારી યાદીમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જણાવેલ હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *