જૂનાગઢ,તા.૨૧ રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૧ અઠવાડિયા સુધી લેવાય ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધામાં બહાઉદીન આર્ટસ કોલેજના ૧૨૮ વિદ્યાર્થીઓ વિજેતા થયેલ છે. આ તમામ વિદ્યાર્થીઓએ રૂપિયા ૨,૫૦,૦૦૦ ની વિજેતા રાશિ મેળવેલ છે.
તારીખ ૭/૭/૨૦૨૨ થી શરૂ થયેલ તથા તારીખ ૨૧/૧૦/૨૦૨૨ ના રોજ પૂર્ણ થયેલા સ્પર્ધામાં બહાઉદીન કોલેજના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તથા કુલ ૧૧ રાઉન્ડમાં લેવાયેલા સ્પર્ધામાં ૧૨૮ વિદ્યાર્થીઓ ઝોનલ રાઉન્ડમાં વિદ્યાર્થી કરણ વાઢીયા એ જૂનાગઢ જિલ્લા કક્ષાએ છઠ્ઠા ક્રમે સ્થાન મેળવી કોલેજ સંસ્થાનું સિદ્ધિ અને ગૌરવ વધાર્યુ છે.
આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામની રકમ રાશિ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ઝોન વાઇઝ બે દિવસીય સ્ટડી ટુર પ્રાપ્ત થયેલ છે.
ગુજરાત જ્ઞાનગુરૂ કિવઝમાં બહાઉદીન આર્ટસ કોલેજના વિધાર્થીઓના શ્રેષ્ઠ દેખાવ બદલ આ સંસ્થાના આચાર્યશ્રી ડો. પી વી બારસીયા એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું સુવિચારો આયોજન આચાર્યશ્રીને માર્ગદર્શન હેઠળ સંસ્થાના ગુજરાત જ્ઞાન ગુરુકિવઝના કોર્ડીનેટર ડો.દીપિકા કેવલાની, ડો. વિજય જોટવા, ડો. ભાવનાબેન ઠુંમર તથા અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.
