Gujarat

ગુજરાત બોર્ડ ની ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર બનાસકાંઠા જિલ્લા નું કુમ્ભારીયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ સાથે મોખરે*

*અંબાજી કેન્દ્ર પર 80.06 ટકા પરિણામ ગત વર્ષ કરતાં 6.88% પરિણામ માં વધારો*
માર્ચ 2023 માં યોજાયેલી ગુજરાત બોર્ડની ધોરણ 10 પરીક્ષા નું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તમામ સફળ પરીક્ષાાર્થીઓ ને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અને હર્ષ ને લાગણી પરીક્ષાર્થીઓ મા જોવા મળી રહી છે. માધ્યમિક પરીક્ષા સમગ્ર રાજ્યમાં 958 કેન્દ્રમાં લેવામાં આવી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર પર 95.92 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. તો નર્મદા જિલ્લાનું ઉતાવણી કેન્દ્ર પર 11.94 ટકા મેળવી ને સૌથી છેલ્લો રહ્યું છે.
ગુજરાત બોર્ડની ધોરણ 10 ની પરીક્ષા નું  પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ના અંબાજી કેન્દ્ર પર 362 પરીક્ષાાર્થીઓ ની સંખ્યા નોંધાયેલી હતી જેમાં 361 પરીક્ષાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી 289 પરીક્ષાથીઓ ઉત્તીર્ણ થયા છે. ગત વર્ષ 2022 મા બનાસકાંઠા જિલ્લાના અંબાજી કેન્દ્ર પર 73.18% પરિણામ રહ્યું હતું. ત્યારે આ વર્ષે 2023 માં 80.06% પરિણામ આવ્યું છે. ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે 6.88% પરિણામ માં વધારો જોવા મળ્યો છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230525_202114.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *