સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહની ઉજવણી સાવરકુંડલા ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર્સ દ્વારા કન્યાશાળામાં ભવ્ય રીતે કરવામાં આવેલ હતી. નારી શક્તિ શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ ધરાવે છે તે બાબતને સાર્થક કરેલ. કાર્યક્રમની શરૂઆત સમૂહપ્રાર્થનાથી કરવામાં આવેલ, યોગ ટ્રેનર્સ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ગીતાબેન જોશી, શિલ્પાબેન દેસાઈ, સમીનાબેન કપાસી, ભાવનાબેન કડવાણી, લતાબેન મશરૂએ મહિલા દિન વિશે રસપ્રદ વક્તવ્ય આપેલ. યોગ સાયકલ કાજલબેન કોંઢીયા, આરતીબેન ગઢીયા, ડો. કૃપાલીબેન લાડવા, મયુરીબેન કડવાણીએ રજૂ કરેલ હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીઝવાનાબેન કપાસી અને હિતિક જોશીએ કરેલ હતું. ગુજરાત યોગ બોર્ડ તરફથી સાવરકુંડલામાં બહેનોની યોગ ટ્રેનર્સ બેચ સિનિયર યોગ કોચ અમરેલી જિલ્લા બીના દીપેશ જોશી વિનામૂલ્યે ચલાવી રહ્યા છે. તેઓ આ પાંચમી બેચ આપી રહ્યા છે. તેઓ અમરેલી જીલ્લો યોગયુક્ત અને રોગ મુક્ત બને તે માટે સતત પ્રયત્નશીલ રહેતાં જોવા મળે છે.


