Gujarat

ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા જિલ્લાના ૧૨ લાભાર્થીઓને ૨૬ લાખથી વધુની લોન સહાય ચુકવાઈ

ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા સફાઇ કામદારોનો આર્થિક ઉત્કર્ષ થઇ શકે તે
માટે નિગમની સીધા ધિરાણની જુદી જુદી યોજનાઓ અમલમાં છે અને આ યોજનાઓ દ્વારા ઓછા વ્યાજના દરે ધિરાણ
આપવામાં આવે છે. સદરહુ યોજનાનો લાભ મેળવવામા માટે નિગમ દ્વારા જાહેરાત આપવામાં આવેલ હતી. જે અન્વયે
જામનગર જિલ્લામાં કુલ ૨૮ અરજદારોએ સદરહુ લોન મેળવવા માટે ઓનલાઇન અરજી કરેલ હતી અને તેઓએ રજુ કરેલ
વેપારી પેઢીના કોટેશન મુજબ યુનિટ કોષ્ટની મર્યાદામાં તમામ લાભાર્થીઓ પૈકી હાલ ૧૨ લાભાર્થીઓને ગુજરાત સફાઇ કામદાર
વિકાસ નિગમ ગાંધીનગર, જિલ્લો જામનગરની કચેરી દ્વારા કુલ રૂા. ૨૬,૧૨,૧૦૯ ની લોન સહાય ચૂકવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *