આજરોજ માર્ગ અકસ્માતમાં ઇજા પામનાર લોકો ને ગોલ્ડન અવર મા હોસ્પીટલ ટ્રોમાકેર મા સારવાર માટે પહોચાડનાર મદદગાર / પરોપકારી વ્યક્તિઓને ગુડ સમરિટન એવોર્ડ યોજના અંતર્ગત રોકાર્ડ ઇનામ તથા પ્રમાણ પત્ર અને ટ્રોફી આપવા માટે ની કેન્દ્ર સરકાર ની યોજનાનું આજે માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે ગાંધીનગર ખાતે થી રિ- લોચિંગ કરવામાં આવેલ,
પહેલા અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં જિલ્લા ની ગુડ સમરિટન એવોર્ડ
મૂલ્યાંકન સમિતિ ના સભ્યો તથા રોડ સેફ્ટી સમિતિ ના સભ્યો તથા સામાજિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં
અમરેલી જિલ્લા મા માર્ગ અકસ્માતમાં ઇજા પામનાર લોકો ને ગોલ્ડન અવર મા હોસ્પીટલ ટ્રોમા કેર મા પહોચાડનાર
મદદગાર/ પરોપકારી કુલ 5 વ્યકિત ઓને ગુડ સમરિટન નુ પ્રમાણ પત્ર આંપી તથા શાલ ઓઢાડી કલેકટર શ્રી પોલીસ
અધિક્ષક શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તથા આર ટી. ઓ. શ્રી દ્વારા ગુડ સમરિટન તરીકે સન્માન કરવામાં આવેલ.
આથી જાહેર જનતા ને અપીલ કરવામાં આવે છે, કે આપની આસપાસ જ્યારે પણ માર્ગ અસ્માત બન્ને ત્યારે તત્કાલ માર્ગ અકસ્માત મા ઇજા પામનાર લોકો ને ગોલ્ડન અવર મા સારવાર માટે પહોંચાડવા 108 મા ફોન કરો અને ઇજાગ્રસ્તોની મદદ કરી ગુડ સમરિટન બનો, આવી મદદ કરનાર કોઈ પણ વ્યકિત ની પોલીસ દ્વારા અસ્માત બાબતે કોઈ પૂછપરછ કરવામાં નહિ આવે કે કોઈ નિવેદન લેવા મા નહિ આવે પણ આવા વ્યકિત ઑને ગુડ સમરિટન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે, માટે માર્ગ અકસ્માત ના બનાવો નુ માત્ર વીડિયો શુટિંગ ન કરતા, ઇજાગ્રસ્તો ને તત્કાલ સારવાર મા પહોંચાડી માનવ જીવન બચાવવાની ઉમદા કામગીરી કરવા અપીલ કરવામાં આવે છે.
..
ગુડ સમરીટન એવોર્ડ થી સન્માનિત વ્યકિતઓના નામની યાદી
મદદગાર વ્યકિતનું નામ તથા સરનામુ
(1) દિનેશભાઇ બાવચંદભાઇ માલણીયા રહે.ગોખરવાળા તા.અમરેલી જી.અમરેલી
(૨) અનિલભાઇ કેશુભાઇ કયાડા રહે.કામનાથનગર પટેલ સંકુલ પાછળ તા. અમરેલી
(3) કાળુભાઇ નાનજીભાઇ સોંલકી રહે નવરંગ હોટલ લાઠી
(૪) વિજયસિંહરાયસિંહ યાદવ રહે.નારાયણ નગર તા.લાઠી
(૫) કેતનભાઇ કાનાભાઇ ડેર રહે. ચાવંડ તા- લાઠી આદેશ ટ્રાવેલ્સ
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


