Gujarat

ગોજારીયા ગામે થઇ મેક્ષ પોકપ ગાડીમાં તરબુચ ભરી તેની આડમાં લઇ જવાતો કિં રૂ.૧.૭૨,૮૦૦/- નો પ્રોહિ મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી કવાંટ પોલીસ   

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લા ના તમામ થાણાઅમલદાર નાઓને સુચના કરેલ જે અન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્કલ પો.ઇન્સ કે.એ.ડાભીના સંકલનમાં રહી પો.સ.ઇ. સી.એમ.ગામીત તથા સ્ટાફના માણસો કવાંટ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા જે દરમ્યાન પો.સ.ઇ.શ સી.એમ.ગામીત નાઓને બાતમી હકીકત મળેલ કે સમલવાંટ ગામ તરફથી એક સફેદ કલરની મેક્ષ પીકપ ગાડી ના પાછળના ડાલામાં તરબુચની આડમાં ઇંગ્લીશ દારૂ ભરી એક ઇસમ કવાંટ તરફ આવી રહેલ છે જે મળેલ બાતમી આધારે ગોજારીયા ગામના બસ સ્ટેન્ડ પાસેના ત્રણ રસ્તા ઉપર પ્રોહી વોચ નાકા બંધીમાં ગોઠવાયેલ હતા જેની થોડીવારમાં બાતમી હકીકત મુજબ સામેથી એક પીકપ ગાડી આવતી દેખાતા તેને રોડ ઉપર આડાસ કરી સદરી ગાડી ચાલકને રોકી લીધેલ અને તે મેક્ષ પીકપ ગાડીના ડાલામાં તરબુચની આડમાં પ્લાસ્ટીકની થેલીઓમાં ભરેલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ – ૧૭૨૮ કિ.રૂ ૧,૭૨,૮૦૦/- તથા મહિન્દ્રા મૈક્ષ પીકપ ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ ની કિ.રૂ. ૫૦૦/- મળી કુલ ૪,૭૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ભાવસીંગભાઈ ઉર્ફે લાલો ટોપી જહાલીયાભાઈ જાતે રાઠવા (ભીલાલા) રહે અંધારકાય, પટેલ ફળીયુ તા. કઠીવાડા જિલ્લો અલીરાજપુર (એમ.પી) નાઓને પકડી પાડી કવાંટ પોસ્ટેમાં ગુન્હો રજી. કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ ને પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230228_163608.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *